રાજકોટથી ટંકારાના રોહીશાળા ગામમાં મામાના ઘરે દિવાળી કરવા આવેલા બે સગા ભાઈ તેમજ મામાનો દીકરો એમ ત્રણેય મામા ફઇના દીકરા ગામ નજીક આવેલ તળાવમાં નાહવા ગયા હતા તે દરમીયાન અકસ્માતે ડૂબી ગયા હતા ઘટના બાસ સ્થાનિક તરવૈયાઓની મદદથી તેઓની શોધખોળ કરી હતી જેમાંથી માત્ર મેહુલ નિમાવતનો મૃતદેહ મળ્યો હતો. જયારે બન્ને સગાભાઈની શોધખોળ હાથ ધરી હતી
ટંકારા તાલુકાના રોહીશાળા ગામમાં રહેતા હિતેશભાઈ નિમાવત નામના વ્યક્તિના ૨ ભાણેજ પાર્થ અતુલભાઈ દેવમુરારી(ઉ.વ.18) એન પાવન અતુલભાઈ દેવ મુરારી(ઉ.વ 16) દિવાળીની ઉજવણી કરવા આવ્યા હતા આજે બપોરના સમયે પાર્થ, પાવન તેમજ હિતેશભાઈનો પુત્ર મેહુલ હિતેશ નિમાવત (ઉ.વ.20 ) ગામના તળાવમાં નાહવા ગયા હતા તે દરમિયાન અકસ્માતે ડૂબી ગયા હતા બનાવની જાણ થતા સ્થાનિક લોકોએ તેની શોધખોળ હાથ ધરી હતી પ્રાથમિક માહિતી મુજબ મેહુલ નિમાવતનો મૃતદેહ મળ્યો હતો. પાર્થ અને પાવનની શોધખોળ હાથ ધરી હતી.બનાવની જાણ થતા ટંકારા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહ કબજે કરી પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી.