ભારતીય શેર માર્કેટના બિગબુલ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલા જે શેરમાં રોકાણ કરે એના પર બીજા રોકાણકારોનો આઘાર હોય છે. ઘણા રોકાણકારો એને ફોલો કરતા હોય છે. એના સજેશનને આકાશવાણી માનીને શેરમાં રોકાણ કરે છે. પણ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયામાં નવો સામેલ થયેલો શેર 10% ભાગ્યો છે. શુક્રવારે કેનરા બેંકના શેરમાં ટ્રેડિંગ દરમિયાન બીએસઈ પર 10%ની તેજી નજરે ચડી હતી.
શુક્રવારે કેનરા બેંકનો શેર રૂ.215 પર ટ્રેડ કરી રહ્યો હતો. કેનેરા બેંક તરફથી સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામની જાહેરાત આ અઠવાડિયાની શરૂઆતમાં કરવામાં આવી હતી. જેમાં બેંકનો સ્ટેન્ડઅલોન પ્રોફિટ ટેક્સ બાદ કર્યાં રૂ.1,333 રહ્યો હતો. રૂ.3,002 કરોડ બેંકની કેશ રિકવરી રહી હતી. જ્યારે એપગ્રેડેશન 2,671 કરોડ રૂપિયા રહ્યું હતું. જેમાંથી DHFLપાસેથી 1700 કરોડ રૂપિયાની રિકવરીનો સમાવેશ થાય છે. કેનરા બેંકના નેટ પ્રોફિટમાં જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન 200 ટકાનો વધારો થયો છે. બેંકની નેટ NPAમાં ઘટાડો થયો છે. આથી લાંબા ગાળા રોકાણ કરવા માંગતા લોકો આ શેર ખરીદી શકે છે. શેર માટે ટાર્ગેટ 220 રૂપિયા છે. એવું માર્કેટ નિષ્ણાંત શેરઇન્ડિયાના રિચર્સ હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ રવિ સિંઘ કહે છે. કેનરા બેંકની શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે સપ્ટેમ્બર 2021 ત્રિમાસિક દરમિયાન કેનરા બેંકના 2,90,97,400 શેર અથવા 1.60% ભાગીદારી છે. સોમવારે આ શેર આશરે 5.77 ટકા તૂટી ગયો હતો અને 153 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.