Saturday, January 25, 2025
HomeSportsશ્રેયસ અય્યર બની શકે છે આ નવી ટીમના કેપ્ટન, દિલ્હી કેપિટલ્સને છોડવા...

શ્રેયસ અય્યર બની શકે છે આ નવી ટીમના કેપ્ટન, દિલ્હી કેપિટલ્સને છોડવા માટે થયા તૈયાર

પોતાની કેપ્ટનશીપમાં દિલ્લી કેપિટલ્સે આઈપીએલમાં ફાઈનલ સુધી પહોંચાડનાર શ્રેયસ અય્યર દિલ્લી કેપિટલ્સ છોડવાની તૈયારી કરી રહ્યાં છે. જો કે, અય્યર ટીમની આગેવાની કરવા માંગતા હતા અને આઈપીએલ 2022માં 2 નવી ટીમો પણ ડેબ્યુ કરશે. આ જ કારણે અય્યર ઓક્શનમાં આવવા માંગતા હતાં.

આઈપીએલ 2021ના પહેલા ફેઝમાં અય્યર ઈજાના કારણે બહાર થઈ ગયા છે અને તેની ગેરહાજરીમાં ઋષભ પંતે દિલ્લી કેપિટલ્સની જવાબદારી સંભાળી હતી. અય્યરે બીજા ફેઝમાં વાપસી કરી પરંતુ કેપ્ટનશીપ પંતની પાસે જ રહી. પંતની કેપ્ટનશીપમાં દિલ્લીએ આઈપીએલ 2022માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, પ્લેઓફમાં ભુલ થઈ હતી. દિલ્લી 14માંથી 10 મેચ જીતીને પોઈન્ટ ટેબલ ઉપર ટોપ ઉપર રહી હતી. જો કે, પ્લેઓફમાં ટીમ ક્વોલિફાયર 1 અને ક્વોલિફાયરમાં 2 તકોને ચુકી ગઈ હતી.

એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે અય્યર ટીમની આગેવાની કરવા માંગતા હતા અને પંત આ સીઝનની શાનદાર કેપ્ટનશીપ કર્યાં બાદ દિલ્લી કેપિટલ્સે તેની સંભાવના ઓછી નજરે આવી રહી છે. આઈપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ બે નવી ફ્રેન્ચાઈઝી ડેબ્યુ કરશે અને તેને જોતા અય્યર દિલ્લીથી પોતાને દુર કરીને ઓક્શનમાં ઉતારશે.

દિલ્લી કેપિટલ્સની સાથે અય્યરનો સફર 2015માં શરૂ થયો હતો અને 2018માં ગૌતમ ગંભીર સીઝનની વચ્ચે કેપ્ટનશીપથી હટ્યા બાદ અય્યરને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. તે બાદ અય્યરે સારી રીતે ટીમની આગેવાની કરી અને બે વખત ટીમને પ્લેઓફમાં પહોંચાડી હતી. અય્યરની કેપ્ટનશીપમાં દિલ્લીએ મુંબઈ ઈન્ડિયન્સની સામે આઈપીએલ 2020નો ટાઈટલ મેચ રમ્યો હતો પરંતુ ટીમે 5 વિકેટથી આ મેચને ગુમાવી પડી હતી.

આઈપીએલ 2021ની વાત કરીએ તો માર્ચમાં ઈંગલેન્ડની સામે ડોમેસ્ટિક સીરીઝમાં અય્યરના ખંભામમાં ઈજા થઈ હતી. જેના કારણે તે આઈપીએલ 2021ના પહેલા ફેઝમાં રમી શક્યો ન હતો અને ફરી પંતને દિલ્લીની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. પંતે સારી રીતે પોતાનું કામ કર્યું અને આઈપીએલ 2021ના બીજા ફેઝમાં અય્યરની વાપસી થયા બાદ પણ ફ્રેન્ચાઈઝીએ કેપ્ટનશીપ પંતની પાસે જ રહેવા દીધી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW