દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર પટેલની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. દેશની 75 મી વર્ષગાઠ નિમિતે આઝાદીનો અમૃત મહોત્સવની પણ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કેવડીયામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના ગૃહ મંત્રી અમિત શાહ મુલાકાત લેવાના હોય અને તેને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સરદાર જયંતિ નિમિતે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થનાર છે. આ કાર્યક્રમ પહેલા રિહર્સલ યોજાયું હતું.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
એકતા દિવસ નિમિતે પીએમના બદલે ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહેવાના તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે તેમના આગમનને લઇ તડામાર તૈયારી કરવામાં આવી છે. રાષ્ટ્રીય એકતા પરેડ નિમિતે સુરક્ષા દળના મોટર સાઈકલ સાઈકલ સવાર અશ્વ દળ પણ ભાગ લેવાના છે.આ વખતે જે પરેડ થવાની છે.તેમાં પેરા મીલીટરી ફોર્સ, બીએસએફ, સીઆઇએસએફ, એસ એસ બી ના જવાનો પરેડ કરશે. આ ઉપરાંત અલગ અલગ સુરક્ષા દળના મોટર સાઈક્લીસ્ટ સહિતના 400 જવાન ભાગ લેશે