દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એવામાં સૌરાષ્ટ્રમાંથી ફરવાના શોખીનો દિવાળીની રજામાં ફરવા માટે જાય છે.એવામાં જો દીવ ફરવાનો વિચાર હોય તો આને લઈને મહત્ત્વના વાવડ સામે આવ્યા છે. દીવમાં નાની હોટેલ્સમાં બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે મોટી હોટેલ્સ લિમિટેડ બુકિંગ લઈ રહ્યા છે. જે લોકો પાસે પોતાનું વાહન છે તેઓ શુક્રવાર રાતથી નીકળી પડ્યા છે. જ્યારે કેટલાક પરિવારો દિવાળીના તહેવાર ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

આ વખતે હાલમાં પણ ખાસ કોઈ પ્રવાસીઓ જોવા મળતા નથી. વેપારીઓ કહે છે કે, દિવાળી પછીના દિવસોમાં પ્રવાસીઓ વધે એવી પૂરી શક્યતાઓ છે. છેલ્લા બે વર્ષથી દિવાળી પર દીવમાં આવતા પ્રવાસીઓ ઘટી ગયા છે.સામાન્ય રીતે દિવાળી પછીના 15 દિવસ સુધી પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. પણ ગત વર્ષે કોરોનાને કારણે અને આ વખતે રજા હોવા છતાં દીવમાં પ્રવાસીઓ જોવા મળ્યા નથી. જેના કારણે નાની હોટેલ્સ અને રૂમવાળાએ બુકિંગ લેવાના બંધ કરી દીધા છે. બીજી તરફ ચેકિંગ અને વેક્સીનેશન સર્ટિફિકેટના ડરથી પ્રવાસીઓ અહીં આવવાનું ટાળે છે.

તા.5 નવેમ્બરથી હોટેલ હાઉસફૂલ થવાની છે. દિવાળી પહેલા મોટી હોટેલ સિવાય ક્યાંય બુકિંગ અત્યારે નથી. જોકે, તંત્રએ રાહતના શ્વાસ લીધા છે કારણે સૌરાષ્ટ્રમાં મોટાભાગની વસ્તીનું વેક્સીનેશન થઈ ચૂક્યું છે. ઘણી હોટેલ્સ આ અંગે પૂછપરછ કરે છે. દિવાળી બાદ લોકોની ભીડ જોવા મળે એવા પૂરા એંઘાણ છે. નવા વર્ષે દીવમાં વેપાર ધંધા ધમધમશે એવી આશા છે. બીજી તરફ બીચ અત્યારે ખુલ્લા છે. પણ વોટર એક્ટિવિટી પ્રવાસીઓના ધસારાને ધ્યાને લઈ શરૂ થશે. નાની હોટેલમાં અહીં આવતા પ્રવાસીઓને ચેકઈન મળી રહે છે.