સાબુથી લઈને ડોમેસ્ટિક પ્રોડક્ટ તથા રીયલ એસ્ટેટ સુધીના ક્ષેત્રમાં પ્રમુખ પદેથી મોટો બિઝનેસ કરતા ગોદરેજ ગ્રૂપમાં ફાટા પડવાના છે. આ ગ્રૂપનો 4.1 અબજ ડૉલરનો કારોબાર છે. એક રીપોર્ટ અનુસાર એક સલાહ પર કામ કરતા આ પરિવારે હવે સંયુક્ત બિઝનેસમાંથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. ગોદરેજ ગ્રૂપમાં બે ભાઈઓ વચ્ચે ભાગલા પડવાના છે.124 વર્ષ જૂના આ ગ્રૂપનું હવે બે ભાઈઓ વચ્ચે વિભાજન થવાનું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર હાલમાં આ ગ્રૂપનું નેતૃત્વ આદી ગોદરેજ કરી રહ્યા છે. જે બે ભાગમાં ગ્રૂપનું વિભાજન થશે એમાં એક આદી ગોદરેજ અને ભાઈ નાદીરનો એક ભાગ રહેશે. જ્યારે બીજો ભાગ જમશેદ ગોદરેજ તથા સ્મિતા ગોદરેજ કૃષ્ણાનો રહેશે. જેઓ આ ગ્રૂપના ચેરમેન છે. જ્યારે એમને ભાઈ નાદીર ગોદરેજ, ગોદરેજ ઈન્ડસ્ટ્રી તથા ગોદરેજ એગ્રોવેટના ચેરમેન છે. આદી અને નાદીરના ભાઈ જમશેદ ગોદરેજ, ગોદરેજ એન્ડ બોયસ ઉત્પાદન કંપની લી.ના ચેરમેન છે.

જે ગોદરેજ ગ્રૂપની મુખ્ય ફર્મ છે. દેશના સૌથી જૂના વ્યાપારી ગ્રૂપમાંથી એક ગોદરેજ છે. આ અંગે ગોદરેજ પરિવાર તરફથી એક સંયુક્ત નિવેદનમાંથી જાણવા મળ્યું છે કે, ગોદરેજ પરિવારે પોતાના શેરધારકો માટે એક સર્વોત્તમ હિત સુનિશ્ચિત કરવા છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રૂપ માટે એક ચોક્કસ રણનીતિ તૈયાર કરી છે. જેના પર તે કામ કરી રહ્યા છે. જેના એક ભાગલાના રૂપમાં અમે બહારથી કેટલાક ભાગીદારોની સલાહ માગી છે. જેના માટે અમે અમારા પરિવાર સાથે ચર્ચા કરી રહ્યા છીએ. જેની સ્થાપના વર્ષ 1897માં થઈ હતી. અર્દેશિર ગોદરેજે આ ગ્રૂપની સ્થાપના કરી હતી. તેમણે ઘણી નિષ્ફળતાઓ બાદ મુખ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં પ્રવેશીને મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. સુત્રોમાંથી જાણકારી એવી પણ મળી છે કે, પરિવારના જ યુવાનો એમના ગ્રૂપમાં સામિલ થવા લાગ્યા છે.
જોકે, ફાટા પડ્યા બાદ ક્યા ક્ષેત્ર પર કોનું સ્વામિત્વ રહેશે એ અંગે વિગત સામે આવી નથી. દેશના મુખ્ય ઉદ્યોગોમાં ગોદરેજનો સમાવેશ થાય છે. ગોદરેજ પરિવારે બેંકર નિમેશ કંપાણી અને ઉદય કોટક સહિતના પરિવારોના નજીકના લોકો સાથે કાયદાકીય મુદ્દાઓની પણ ચર્ચા કરી છે. જોકે, ક્યા ક્ષેત્રમાં બંને ભાઈઓમાંથી કોનું સ્વામિત્વ રહેશે એ અંગે પરિવારે કોઈ ચોખવટ કરી નથી. પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, ગ્રૂપ અલગ થયા બાદ કોઈ મોટું આયોજન થવાનું છે. કોઈ નવી પ્રોડક્ટ કે સર્વિસ શરૂ થાય એના પણ એંધાણ છે.