કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ અન્ય રાજ્યમાંથી પણ પ્રવાસીઓ આવી રહ્યા છે. એવામાં દિવાળીના તહેવારની રજાઓ શરૂ થવામાં છે ત્યારે ગુજરાતમાંથી પણ લોકો આ પ્રતિમા જોવા માટે ઉમટી પડ્યા છે. જેના કારણે ઓનલાઈન ટિકિટ બુકિંગનો સ્લોટ વધારી દેવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે આસપાસના સ્થળની સાઈટ પણ ડેવલપ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે પ્રવાસીઓ નર્મદા જિલ્લાના અન્ય સ્થળને પણ પસંદ કરવા લાગ્યા છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી દિવાળી પહેલા જ હાઉસફૂલ થઈ ગયું છે. દરરોજ ઓનલાઈન ટિકિટમાં પ્રવાસીઓ સ્લોટ બુકિંગ કરી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે તૈયાર કરાયેલા 17 પ્રોજેક્ટ પણ કાર્યરત છે. જંગલ સફારી અને ચિલ્ડ્રન પાર્ક જેવી ઘણી બધી સાઈટ પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. જેમ જેમ દિવાળી નજીક આવશે એમ આ ભીડ વધશે એવી પૂરી શકયતાઓ છે. જંગલ સફારી માટે 3000થી વધારે ટિકિટ બુક થઈ ચૂકી છે.

કોરોના કાળ બાદ પહેલી વખત પ્રવાસન ક્ષેત્રે આટલી ભીડ જોવા મળી રહી છે. કેવડિયામાં પ્રકૃતિ ખીલી ઊઠી છે જેને જોવા માટે પ્રવાસીઓ જોવા વધી રહ્યા છે. દિવાળી વેકેશન પડતા વડોદર, અમદાવાદ, ભરૂચ જેવા નજીકના સેન્ટરમાંથી લોકો ઉમટ્યા છે. દિવાળી નિમિતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે આવતા લોકો માટે ઈ રિક્ષા, ઈ કાર તથા ભૂલભૂલૈયા જેવા નવા પ્રોજેક્ટ ચાલું કરાયા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી તરફથી અહીં આવતા પ્રવાસીઓની મૂળભૂત જરૂરિયા પૂરી થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. દરરોજના 30થી 35000 પ્રવાસીઓ રહેવા માટે ટેન્ટ તથા અન્ય અકોમોડેશનની પસંદગી કરી રહ્યા છે. હાલ રમાડા હોટેલ પણ બુક છે. કોવિડની મહામારી બાદ પ્રવાસન ક્ષેત્રે પહેલી વખત આટલો મોટો વેગ જોવા મળી રહ્યો છે. જ્યારે ગુજરાત બહારના પેકેજની વાત કરવામાં આવે તો રાજસ્થાનના ઉદયપુર, જયપુર છેક દિલ્હી સુધી ફરવાના શોખીન નીકળી પડ્યા છે.