દિવાળી પર્વને હવે નજીકના દિવસ બાકી છે.દિવાળીની રજાઓમાં હાલ અલગ અલગ સ્થળો પર ફરવા જવાનો ક્રેઝ વધ્યો છે તો ચાલો આપણે ગુજરાતના એવા ૫ સ્થળ વિશે જાણીએ જ્યાં તમે ફરવાની સાથે આધ્યાત્મિક શક્તિનો પણ અનુભવ કરી શકશો
સોમાનાથ – પ્રભાસપાટણ
રાજ્યના પશ્ચિમી સમુદ્ર પર સૌરાષ્ટ્રમાં વેરાવળ બંદરગાહની પાસે પ્રભાસ પાટણમાં આવેલ સોમનાથ મંદિર ગુજરાતના પ્રખ્યાત મંદિરમાંથી એક છે. ભગવાન શિવજી ને સમર્પિત આ મંદિર ભારતમાં સ્થાપિત ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરોમાંથી પહેલું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે, જે કારણે આ મંદિરે ગુજરાત અને ભારતની સાથે સાથે આખા વિશ્વમાં નામના મેળવી છે. માનવામાં આવે છે આ પ્રાચીન મંદિરને તે સમયે મહમૂદ ગજનવી સહિત વિવિધ મુસ્લિમ આક્રમણકારો અને પોર્ટુગીઝો દ્વારા ઘણી વાર લૂંટવામાં આવ્યું અને તોડી પાડવામાં આવ્યું હતું.
હાલના સાત માળના મંદિરની સ્થાપના વર્ષ ૧૯૫૦ માં સરદાર વલ્લભભાઇ પટેલની રખેવાળી નીચે થઈ હતી, જેને ચાલુક્ય શૈલીમાં બાંધવામાં આવી હતી, અને તેનું સંચાલન શ્રી સૌરાષ્ટ્ર ટ્રષ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રખ્યાત હિંદુ વાસ્તુકળા ને કારણે સોમનાથ મંદિરને ગુજરાતના સૌથી ભવ્ય મંદિરમાંથી એક માનવામાં આવે છે, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે.

જગત મંદિર દ્વારકા
દ્વારકાધીશ મંદિર” ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. જેને જગત મંદિર અને ત્રિલોક સુંદર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરને ગુજરાતના પ્રાચીન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ૨૫૦૦ વર્ષથી વધુ જૂનું છે જ્યારે મંદિરની હાલની રચના ૧૫મી અને ૧૬મી ની આસપાસ બનાવવામાં આવી હતી. ગોમતી નદી અને અરબ સાગર ના સંગમ પર આવેલુ, દ્વારકાધીશ મંદિર ૫ માળમાં બલુઆ પત્થરમાં બાંધવામાં આવ્યુ છે, જેમાં ૬૦ સ્તંભ છે અને આશ્ચર્યજનક અદભૂત અજાયબી છે. મંદિરના મુખ્ય દ્વારને ‘ મોક્ષ દ્વાર ‘ તરીકે ઓળખવામાં આવે છે, બીજી બાજુ દક્ષિણ દ્વારને ‘ સ્વર્ગ દ્વાર ‘ તરીકે ઓળખવામાં આવે છે.
આ મંદિર હિંદુ ધર્મમાં વખણાયેલી ચારધામ યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેના કારણે દર વર્ષે લાખોની સંખ્યામા શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકધીશના દર્શન કરવા આવે છે. તેથી જે પણ શ્રદ્ધાળુ અને પ્રવાસી ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળો શોધી રહ્યા છે, તેને ગુજરાતના પ્રખ્યાત મંદિર દ્વારકધીશ મંદિરના દર્શન માટે જરૂર મુલાકાત લેવી જોઈએ.

અક્ષરધામ -ગાંધીનગર
અક્ષરધામ મંદિર ” ગુજરાતના મુખ્ય તીર્થ સ્થળમાંથી એક છે, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિર ભગવાન સ્વામિારાયણને સમર્પિત છે, જેને બીએપીએસ સ્વામિનારયણ સંસ્થા દ્વારા બનાવામાં આવ્યુ છે. તમને જાણીને આશ્ચર્ય થઈ શકે છે કે,આ મંદિર બાંધવામાં લગભગ ૧૩ વર્ષ લાગી ગયા અને ૩૦ ઓક્ટોમ્બર, ૧૯૯૨ ના દિવસે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ. અક્ષરધામ મંદિર ૨૩ એકર કેમ્પસમાં સ્થિત છે, જે લગભગ ૧૦૦૦ કુશળ કારીગરો દ્વારા રાજસ્થાનના ૬૦૦૦ મેટ્રિક ટન ગુલાબી બલુઆ પત્થરથી બાંધવામાં આવ્યુ છે.
જયારે પણ તમે અહી આવશો ત્યારે ભગવાન સ્વામિનારાયણની સાથે સાથે હિંદુ દેવી દેવતાઓની ૨૦૦ મૂર્તિઓને પણ જોઈ શકશો, જે ખૂબ જ અદભૂત છે. તેટલુ જ નહીં મંદિરની સુંદર પારંપરિક સંરચના પણ શિલ્પ કૌશલ ના સૌથી પ્રસિદ્ધ ઉદાહરણો માનું એક છે. મંદિર નક્કશીકામ સ્તંભો થી લઈને દીવાલો પર વેદોના શિલાલેખો સુધી, તેની સુંદરતા અને મહત્વ માટે જાણીતું છે

દાંતા અંબાજી મંદિર- બનાસકાંઠા
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલુ ” દાંતા અંબાજી મંદિર ” દુર્ગા માતાનુ પ્રખ્યાત મંદિર છે. અંબાજી મંદિર ભારત દેશના પ્રાચીન મંદિરમાંથી એક છે જે લગભગ ૧૨૦૦ વર્ષ જૂનું છે. મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિરના નવીનીકરણનુ કામ ૧૯૭૫ થી શુરૂ થયું હતું અને ત્યારથી લઈને આજ સુધી નવીનીકરણનુ કામ ચાલી રહ્યુ છે. માં ભવાનીના ૫૧ શક્તિપીઠો માંથી એક આ મંદિર પ્રત્યે માં ને ભકતોમાં અપાર શ્રધ્ધા છે. એવુ કહેવામાં આવે છે કે માતા સતીનું હદય અહી પડ્યું, જેનો ઉલ્લેખ તંત્ર ચૂડામાનીમાં કરવામાં આવે છે. જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિરના ગર્ભગૃહમાં કોઈ માતાની મૂર્તિ નથી પરંતુ અહી માતાના પવિત્ર શ્રીયંત્રની પૂજા મુખ્ય રીતે કરવામાં આવે છે.

આ મંદિર શક્તિના ઉપાસકો માટે ભારતના સૌથી મહત્વપૂર્ણ સ્થળો માંથી એક છે જ્યાં દર વર્ષે દેશ – વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ માતાના આશીર્વાદ લેવા માટે આવે છે.
રુકમણી મંદિર પોરબંદર
રુક્મિણી મંદિર ” ભગવાન શ્રી કૃષ્ણની પત્ની અને તેમની મૂર્તિ રુક્મિણીને સમર્પિત છે, જે ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળોમાંથી એક છે. પરંતુ આ મંદિર ઐતિહાસિક દ્રષ્ટિથી વિશાળ નથી, પરંતુ તેમ છતાં આ મંદિરે ગુજરાતના પ્રખ્યાત મંદિરના રૂપમાં નામના મેળવી છે. કહેવામાં આવે છે કે આ પ્રાચીન મંદિર ને ૧૨ મી સદીની આજુબાજુ બાંધવામાં આવ્યુ છે. આ મંદિર તેમની આર્કિટેક્ચરલ કળાનો એક અદભૂત નમૂનો છે, જ્યારે પણ તમે રુક્મિણી મંદિર ફરવા જાવ ત્યારે તમે અહી દેવી રુક્મિણી અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન સાથે સાથે, ભગવાનની સાથે દેવી રુક્મિણીની જુદી જુદી ઘટનાઓનું ચિત્રણ કરતા ભવ્ય ચિત્રોને જોઈ શકશો.
