HomeGujaratશાહરૂખની મન્નત ફળી,આર્યન ખાનને જામીન મળી ગયા

શાહરૂખની મન્નત ફળી,આર્યન ખાનને જામીન મળી ગયા

મુંબઈના હાઈપ્રોફાઈલ ડ્રગ કેસમાં અંતે આર્યન ખાનને જામીન મળી ગયા છે. 25 દિવસ સુધી રાહ જોયા બાદ અંતે જામીન મળતા મન્નતમાં આનંદ છવાયો હતો. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને બોમ્બે હાઈકોર્ટે તેની સાથે રહેલા આ કેસના અન્ય બે આરોપી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના જામીન પણ મંજૂર કરી દીધા છે. ત્રણ દિવસની સતત સુનાવણીમાં હાઈકોર્ટે ઓપરેટિવ ઓર્ડર જાહેર કરી ત્રણેયને જેલમાંથી બહાર આવતા હજુ થોડો સમય લાગશે.

જિલ્લા વહીવટી તંત્રને ઓર્ડરની એક કોપી મળ્યા બાદ જેલમાંથી મુક્ત કરાશે. શુક્રવાર સાંજે અથવા શનિવારે સવારે આર્યનને જેલમાંથી મુક્તિ મળી રહેશે. જસ્ટિસ નીતિન કાંબ્રેની કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. મુંબઈમાં તા.3 ઑક્ટોબરના રોજ આર્યન ખાન ક્રુઝમાંથી ડ્રગ કેસમાં પકડાયો હતો. જેમાં ડ્રગ લીધાના આરોપસર એની ધરપકડ કરવામાં આવી હતી.જોકે, હવે આર્યન ખાને આ શરતોનું પાલન કરવું પડશે. આર્યન ખાન પુરાવા સાથે કોઈ ચેડા નહીં કરે. પોતાનો પાસપોર્ટ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવો પડશે. કોર્ટની મંજૂરી વગર તે કોઈ રીત દેશ છોડી શકશે નહીં. કેસના અન્ય કોઈ આરોપીનો સંપર્ક નહીં કરી શકે. મીડિયા સામે કોઈ નિવેદન નહીં આપે.જ્યારે જરૂર પડે ત્યારે તપાસ એજન્સીને તપાસમાં મદદ કરશે. ડ્રગના જથ્થાની ડીલ આર્યન ખાન કરતો હતો એમ એનસીબી ક્યાં આધારે કહી રહી છે એ અંગે જસ્ટિસ સાંબ્રેએ પ્રશ્નો કર્યા છે. જેના જવાબમાં અનિલ સિંહે કહ્યું કે, આર્યને આવો પ્રયત્ન કર્યો હતો. દલીલને સાંભળ્યા બાદ જસ્ટિસ સાંબ્રેએ કહ્યું કે, તમામ ત્રણ અરજી મંજૂર થઈ છે. સાંજ સુધીમાં વિસ્તૃત આદેશ જાહેર કરી દેવાશે. એનસીબી વકીલ અનિલસિંહે દલીલ કરી કે, પહેલી વખત ડ્રગ્સનું સેવન કર્યું હોય એવું નથી. તે વર્ષથી ડ્રગ લે છે.તે ડ્રગ લેતો હતો તેવા પુરાવા મળ્યા છે. વકીલ રોહતગીએ કહ્યું કે, આર્યનને જાણ ન હતી કે, અરબાઝ શું લઈને જઈ રહ્યો છે. આર્યન એક મિત્ર છે એના પર તેનો કોઈ અંકુશ ન હોઈ શકે.

એસ્ટેટ મેમોમાં મોબાઈલ ફોનની જપ્તનો ઉલ્લેખ છે. વોટ્સએપ ચેટ એક પુરાવા તરીકે માન્ય નથી. જે ચેટની અહીં વાત કરવામાં આવી છે એ બે વર્ષ જૂની છે. આ કેસ સાથે એને કોઈ લેવાદેવા નથી. એનસીબીનો સાક્ષી પ્રભાકર ત્રીજી વખત કોર્ટમાં હાજર થયો હતો. પોલીસે ગુરૂવારે એને પૂછપરછ માટે બોલાવ્યો હતો. બપોરના અઢી વાગ્યે પોલીસ ટીમ સમક્ષ તે હાજર થયો હતો. આ કેસમાં પ્રભાકરના વકીલે કહ્યું કે, એનસીબી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે આક્ષેપ થયા છે. એને ડ્રગ કેસથી દૂર રાખવા જોઈએ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW