હળવદના ધાગંધ્રા દરવાજાની આસપાસ કાલ મોડી સાંજથી હડકાયા કુતરાનો આતંક જોવા મળી રહ્યો છે અને હાલ દિવાળીના સમયે ખરીદી કરવા જતાં લોકો પર કુતરાએ આશરે ૫૦થી વધારે લોકોને ઈજાગ્રસ્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે હળવદની સરકારી હોસ્પિટલમાં ૨૫ જેટલા લોકોએ પ્રાથમિક સારવાર લીધી છે અને હડકવાની રસી માટે મોરબી ખસેડાયા છે ત્યારે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.
મળતી વિગતો મુજબ હળવદમા દિવાળીના સમયે કુતરાને હડકવા ઉપડતા ધાગંધ્રા દરવાજા પાસે પસાર થતાં લોકોને કુતરાએ બચકા ભરીને ઈજાઓ પહોચાડી છે જેમાં મળતી માહિતી મુજબ અંદાજે કાલ મોડી સાંજથી અત્યાર સુધીમાં ૫૦થી વધુ લોકોને કુતરાએ બચકાં ભર્યા હોવાનું જાણવા મળ્યું છે તો સાથે હળવદની સરકારી હોસ્પિટલમાં ૨૫થી વધારે લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે મોરબી હડકવા રસી મુકવા માટે રીફર કરવામાં આવ્યા છે ત્યારે વહેલી તકે કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે.