ગોધરા પાસે આવેલા સુરેલી ગામેથી કુકર્મ અને હત્યાની ઘટના સામે આવી છે. જેમાં દીકરાની અસ્થિર દિમાગની પત્ની સાથે 85 વર્ષના સસરાના આડા સંબંધ મામલે દીકરાએ બાપની હત્યા કરી નાંખી હતી. પુત્રએ માથે લોખંડનો સળીયો મારી દેતા પિતાનું મોત થયું હતું. પોલીસે હત્યાના કેસમાં આરોપી પુત્રની ધરપકડ કરી લીધી છે. આ અંગે શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ સુત્રોમાંથી વિગત મળી હતી કે, શહેરા તાલુકાના સુરેલીગામે જુના સુરેલી ફળીયામાં રાયસિંહ રયજીભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહેતા હતા.
(તસ્વીર-પ્રતિકાત્મક)
દસ વર્ષ પહેલા સસરા રયજીભાઈની પત્નીનું અવસાન થયું હતું. તેથી તેઓ મોટા દીકરા રાયસિંહ પટેલ સાથે રહેતા હતા. બુધવારે સવારના સમયે પાડોશમાં રહેતો ભત્રીજો પ્રદીપ રાયસિંહભાઈના ઘરે ગયો હતો. પણ ભયભીત થઈને હાંફતો હાંફતો યુદ્ધના ધોરણે ઘરે પરત આવ્યો હતો. પ્રદીપે કહ્યું કે, દાદાના મોઢા પર લોહી ચોંટ્યું છે. આટલું સાંભળીને ફળીયાના બીજા લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘરે અસ્થિર દિમાગની પુત્રવધૂ હાજર હતી. જ્યારે દાદા રયજીભાઈનું મોત થયું હતું. આ મામલે જ્યારે રાયસિંહ પટેલને એના નાનાભાઈએ પૂછતા જણાવ્યું હતું કે, મંગળવારની રાત્રે 10 વાગ્યે પિતા અસ્થિર દિમાગની પત્ની સાથે ખોટું કરી રહ્યા હતા. જે ચિત્ર હું જોઈ ગયો હતો. જે સહન ન થતા એના માથામાં સળીયો મારી દીધો હતો. તેથી દાદાનું મોત થયું હતું. આ અંગેની જાણ શહેરા પોલીસને થતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહના શહેરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ હેતું મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં હત્યા કરનારા દીકરાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સંબંધને લાંછન લગાડતો કિસ્સો ગોધરામાંથી સામે આવ્યો છે. સમગ્ર બનાવ અંગે નાના દીકરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.