સામાન્ય રીતે વાહન ચોરી કરતી ટુકડીમાં પુરૂષોની ધરપકડ થતી હોય છે. પણ વેજલપુર પોલીસે જેની ધરપકડ કરી એ મહિલા એક્ટિવાની ચોરી કરતી હતી. જેની પાસેથી 6 થી વધારે એક્ટિવા કબજે કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે વાત કરતા વેજલપુર પોલીસે ઘણી હકીકત જાહેર કરી હતી. મહાનગર અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં હકીકત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે એક એવી મહિલાને પકડી જેના કારનામા જાણીને પુરૂષો પણ શરમાઈ જાય.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
પોલીસ એવું માનતી હતી કે, વાહન ચોરીમાં કોઈ ટોળકીનો હાથ હશે. પણ જ્યારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને CCTV ફૂટેજ ખંખોળ્યા ત્યારે એક મહિલા પર આશંકા ગઈ હતી.જ્યારે આ ઘટના અંગે વેજલપુર પોલીસને જાણકારી મળી ત્યારે ટીમ દોડતી થઈ ગઈ હતી. તપાસમાંથી સામે આવ્યું છે કે, મહિલા પહેલા જે એક્ટિવા ચોરવું હોય એની રેકી કરતી હતી. એ પછી માસ્ટર કીથી ચોરી કરીને ફરાર થઈ જતી હતી. જ્યારે મહિલાની તપાસ કરવામાં આવી ત્યારે તે એક્ટિવાની ચોરી કરતી હોવાનું માલુમ પડ્યું હતું. પછી પોલીસે એની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી. આકરી ઢબે પોલીસે પૂછપરછ કરતા પોલીસે એની પાસેથી જુદા જુદા છ જેટલા એક્ટિવા કબજે કર્યા હતા. મહિલાની તપાસ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે, તેનું નામ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યું છે. આ મામલે ઝોન 7ના ડીસીપી પ્રેમસુખ ડેલુંએ જણાવ્યું હતું કે, આ મહિલા સાથે અન્ય કોઈ વ્યક્તિ સામિલ છે કે નહીં એ અંગે તપાસ કરીશું. આ મહિલાએ એક્ટિવા સિવાય કોઈ વાહનોની ચોરી કરી છે કે નહીં એની પણ તપાસ થશે.
હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે બીજી દિશામાં પણ વાહનચોરી અંગે કડી મેળવવા માટે તપાસનો ધમધમાટ ચાલું કરી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે જ્યારે વાહન ચોરીમાં ટોળકી પકડાય છે ત્યારે એમાં પુરૂષો હોય છે. ખાસ કરીને મોટા વાહનો અને ટુ વ્હિલર ચોરવામાં પુરૂષ ટોળકી માહિર હોય છે. પણ વાહન ચોરીમાં મહિલાનું ભેજું હશે એવું તો પોલીસે પણ વિચાર્યું ન હતું. વાહન ચોરી કરવામાં જાણે માસ્ટરી મેળવી હોય એ રીતે મહિલા વાહન ચોરતી હતી. એની કહાણી સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. મળી આવેલા એક્ટિવા એક ચોક્કસ વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.