કોરોના મહામારીના કારણે એક તરફ અલગ અલગ તહેવાર ઉજવણી ફિક્કી બની છે તો બીજી તરફ મેળા કે ગીરનારની પરિક્રમા પણ કેન્સલ થઇ રહ્યા છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા વહીવટી તંત્રે બહારના લોકો માટે લીલી પરિક્રમા માટે મનાઈ ફરમાવી છે માત્ર 400 લોકો માટે જ પરિક્રમાની મંજુરી આપવામાં આવી છે. કોરોના પહેલા દર વર્ષે
ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે 10 લાખથી વધુ ભાવિકો જૂનાગઢ આવતા હોય છે. ભાવિકો અહીં ગિરનાર અભ્યારણ્યમાં અતિ કઠીન એવી 36 કિલોમીટરની પરિક્રમા ચાલીને કરતા હોય છે. લોકો ત્રણ રાત અને ચાર દિવસ સુધી ચાલીને પરિક્રમા પૂર્ણ કરતા હોય છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ગરવા ગિરનારની લીલી પરિક્રમા અંગે અગત્યના સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રના આસ્થાનું કેન્દ્ર માનવામાં આવતી લીલી પરિક્રમાને આ વર્ષે મંજૂરી આપવામાં આવી છે. કોરોના મહામારીને કારણે બે વર્ષથી આ પરિક્રમાને ગ્રહણ લાગ્યુ હતુ પરંતુ આ વર્ષે પરિક્રમા થશે. આ વખતે તેમા માત્ર 400 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે.
(બોક્સ) વિશ્વ હિન્દુ સંગઠન નારાજ
સામાન્ય રીતે જૂનાગઢમાં લીલી પરિક્રમામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યાં આ વર્ષે માત્ર 400 લોકોને જ પરિક્રમા માટે પરવાનગી આપવામાં આવી છે. હવે આ ચાર સો લોકોમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે તેનો નિર્ણય સાધુ,સંતો અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ મુદ્દે બેઠક બાદ વિશ્વ હિન્દુ સંગઠને નારાજગી પણ વ્યક્ત કરી છે. સંગઠને આ અંગે કહ્યું છે કે, માત્ર ફોર્માલિટી માટે આ બેઠક કરવામાં આવી હતી.
ગત વર્ષે પરિક્રમાના ગેટ પાસે પૂજન વિધિ કરી હતી
જોકે, ગત વર્ષે ગરવા ગિરનારની લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લગ્યું હતુ. કોરોનાના વધતા કેસને કારણે ગત વર્ષે લીલી પરિક્રમા બંધ રાખવામાં આવી હતી. જોકે, પરંપરા તૂટે નહીં તે માટે પરિક્રમાના ગેટ પાસે પૂજન વિધિ કરી પરિક્રમાનું ધાર્મિક મહત્ત્વ જળવાઈ રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.