4 નવેમ્બરના રોજ મુહૂર્ત ટ્રેડિંગ સેશન માટે આ દિવાળીએ સ્ટોક એક્સચેન્જ એક કલાક ખુલશે. BSE અને NSEના રોકાણકારોને દિવાળી ઉપર સાંજે 6.15થી સાંજે 7.15 કલાકસુધી સ્ટોક ખરીદવા અને વેચવા માટેની મંજૂરી રહેશે. મુહૂર્ત ટ્રેડિંગ દરવર્ષે દિવાળીના દિવસે એક કલાક માટે કરવામાં આવે છે. બ્રોકીંગ સમુદાય આ સમયે લક્ષ્મીપુજા અને ટ્રેડિંગ કરે છે. મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં સામાન્ય ટ્રેડિંગથી પહેલા એક બ્લોક ડિલનું સેશન હોય છે. તે બાદ ક્લોઝીંગ સેશન હોય છે. પાછલા વર્ષે BSE સેન્સેક્સ 145 પોઈન્ટના ઉછાળાની સાથે પોતાના સર્વોચ્ય સ્તર ઉપર બંધ થયો હતો. જ્યારે NSEમાં નિફ્ટી 50, 12800થી નીચે બંધ થઈ હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
NSEના નોટીફિકેશન પ્રમાણે બ્લોક ડિલ સેશન 4 નવેમ્બરના રોજ સાંજે 5.45 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યે બંધ થશે. તે બાદ સાંજે 6 વાગ્યાથી સાંજે 6.08 વાગ્યાની વચ્ચે પ્રી-ઓપન સેશન રહેશે. સામાન્ય શેરબજાર સાંજે 6.15 વાગ્યાથી સાંજે 7.15 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.તે બાદ કોલ ઓક્શન ઈલિકિડ સેશન અને ક્લોઝીંગ સેશન રહેશે. આ દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં કરવામાં આવેલા તમામ ટ્રેડનું સેટલમેન્ટ હશે.
મુહૂર્ત વ્યાપારનું એક વિશેષ મહત્વ રાખે છે કારણ કે, તે એક નવાવર્ષ એટલે કે સંવતની શરૂઆતનું પ્રતિક છે. રોકાણકારોનું જાણવુ છે કે, મુહૂર્ત ટ્રેડિંગ આવનારા વર્ષમાં ધન, સમૃદ્ધિ લાવે છે. આ પ્રેક્ટિસ 1957માં બીએસઈ ઉપર અને 1992માં એનએસઈ ઉપર શરૂ કરવામાં આવી હતી. મુહૂર્ત ટ્રેડિંગ ઉપર બજારની હાલના કારોબારી સેશનને જોતા આ વખતે સેન્સેક્સ અને નિફ્ટીના ઉચ્ચસ્તર ઉપર કારોબાર કરવાની આશા છે. આ મુહૂર્ત ટ્રેડિંગ સંવત 2078ની શરૂઆતને પ્રમાણીત કરશે.