દિવાળી પર્વ દરમિયાન ફટાકડા થી થતા આગ અકસ્માત બનાવ અંકુશમાં આવે તેમજ વાયુ પ્રદુષણ પણ અંકુશમાં રહે તે માટે સરકારની ગાઈડ લાઈન મુજબ જરૂરી પ્રતિબંધ મુકવામાં આવ્યા છે જે મુજબ રાજકોટ અધિક કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ફટાકળા ફોડવા તેમજ તેમનું વેચાણ કરતા તત્વો પર કડક નિયમ લગાવ્યા છે આ જાહેરનામું રાજકોટ ગ્રામ્યમાં લાગુ પડશે તેના નિયમો એટલા આકરા રાખ્યા છે આ જાહેરનામામાં ફટાકડા ક્યારે ફોડવા તેનો કોઇ સમય આપ્યો નથી પણ રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી નહિ ફોડી શકાય તેવો આદેશ છે. આ ઉપરાંત દિવાળી તેમજ પ્રસંગોમાં જે ખૂબ વપરાય છે તે ફટાકડાની લૂમ ફોડવા તેમજ વેચવા પર પ્રતિબંધ આવ્યો છે. દર વર્ષની જેમ ચાઈનીઝ ફટાકડા અને તુક્કલ પર પ્રતિબંધ છે. આ ઉપરાંત ઈ-કોર્મસ વેબસાઈટ પર ફટાકડા વેચાતા હોય તો પણ રાજકોટ જિલ્લામાં તેનો ઓર્ડર આપવા પ્રતિબંધ લાગ્યો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
તમામ નિયમોના પાલન માટે સરકારી તંત્ર જ સક્ષમ નથી કેમ કે જાહેરનામામાં 4 ક્રમના નિયમમાં પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન (PESO)દ્વારા અધિકૃત બનાવટવાળા ફટાકડા ફોડવાનો આદેશ છે. અત્યારે ગામે-ગામ ફટાકડા વેચાય છે. આ તમામ પ્રમાણિત અને અધિકૃત બનાવટ વાળા છે કે નહિ તેનું હજુ સુધી કોઇએ ચેકિંગ નથી કર્યું તેમજ આ કામગીરી કોણ કરશે તેની પણ કોઈ જોગવાઈ નથી.
જાહેરનામામાં લાગુ કરાયેલા 10 આદેશ
રાત્રીના 10થી સવારના 6 સુધી ફટાકડા ફોડી શકાશે નહિ
એક સાથે મોટી સંખ્યામાં જોડાયેલ ફટાકડા(લૂમ) વેચી કે ફોડી શકાશે નહિ.
પ્રદૂષણ રોકવા માત્ર PESO દ્વારા અધિકૃત બનાવટવાળા જ ફટાકડા વાપરી શકાશે.
વિદેશી ફટાકડા વેચાણ કરી શકાશે નહિ.
ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ફટાકડા ખરીદી કે વેચી શકાશે નહિ
શાપર-વેરાવળ ઈન્ડ. તેમજ મેટોડા જીઆઈડીસીના 500 મીટરની હદમાં ફટાકડા ફોડવા નહિ.
ચાઈનીઝ તુક્કલ, સ્કાય લેન્ટર્નનું ઉત્પાદક કે વેચાણ કરી શકાશે નહિ.
જાહેર માર્ગ પર દારૂખાનુ, ફટાકડા, બોમ્બ, રોકેટ સહિતની આતશબાજી કરી શકાશે નહિ, કોઇ પર ફટાકડા ફેંકી શકાશે નહિ.
હોસ્પિટલ, નર્સિગ હોમ, હોસ્પિટલ, ન્યાયાલય, ધાર્મિક સ્થળોના 100 મીટરની ત્રિજ્યામાં ફટાકડા ફોડી શકાશે નહિ.