વ્હોટ્સ એપે પોતાની પેમેન્ટ સર્વિસમાં કેટલોક ફેરફાર કરવા જઈ રહ્યું છે. સંભવ છે કે, આવનારા સમયમાં જ્યારે તમે વ્હોટ્સ એપના માધ્યમથી પેમેન્ટ કરશો તો તમારી પાસેથી ઓળખાણ અથવા આઈડેન્ટી વેરિફાઈ કરવા માટે કહેવામાં આવશે. આઈડેંટીટી વેરિફાઈ કર્યા બાદ જ યુઝર્સને પેમેન્ટ કરવા દેવાશે. જો તમે તમારી આઈડેંટી વેરિફાઈ નથી કરાવતા તો વ્હોટ્સ એપના માધ્યમથી પેમેન્ટ કરવામાં પરેશાની આવશે. અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
વ્હોટ્સ એપના નવા બીટા વર્ઝન v2.21.22.6માં રહેલા નવા સ્ટ્રિંગ્સે ઈશારો કર્યો છે કે, તે વેરિફિકેશન સિસ્ટમ જલ્દી લાગુ કરી શકે છે. નવા સ્ટ્રિંગ કંઈક આવી રીતે છે. તમારૂ આઈડેંટીટી હજુ પણ વરિફાઈ થઈ શકુતુ ન હોય તો. તમારા ડોક્યુમેન્ટરને ફરીથી અપલોડ કરવાની કોશિશ કરો અને વ્હોટ્સ એપ ઉપર પોતાના પેમેન્ટસને યથાવત્ત રાખવા માટે તમારા આઈડેંટીટી વરિફાઈ કરો.
વ્હોટ્સ એપ પે અત્યારસુધીમાં માત્ર ભારત અને બ્રાઝીલમાં જ ઉપલબ્ધ છે. જ્યારે ભારતમાં જ મોબાઈલ નંબરના માધ્યમથી પેમેન્ટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. બ્રાઝીલમાં યુઝર્સને પેમેન્ટ કરવા માટે ફેસબુક પેના માધ્યમથી પોતાના ડેબિટ અને ક્રેડિટકાર્ડને ઓથેંટીકેટ કરાવવું પડે છે.