કોઈ પણ તહેવાર તેમજ આપતી વખતે સેવા આપતા પોલીસકર્મીઓનું લાંબા સમયથી શોષણ થઇ રહ્યું છે.સરકારના બીજા વિભાગમાં તો અલગ અલગ એસોસિએશન હોય છે જે સમયાંતરે પોતાની માંગણી મુદે હડતાળ અને આન્દોલન કરતા હોય છે પણ પોલીસ વિભાગમાં તો અનુસાશનના નામે કોઈ પણ પ્રકારના વિરોધ કરવાની તક આપવામાં આવતી નથી જો કોઈ પોલીસ કર્મીઓ આવું કરે તો તેના વિરુદ્ધ એક્શન લેવાતા હોય છે. તેમ છતાં હાલ સોશ્યલ મીડિયામાં ગ્રેડ પે મુદે આંદોલન કાલી રહ્યું છે ત્યારે આ લડાઈમાં હવે પોલીસ કર્મીઓના પરિવાર જનો પણ મેદાને ઉતર્યા છે અને ઉચ્ચતર ગ્રેડ પે આપવાની માંગ સાથે સરકાર સામે બાયો ચઢાવી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ગાંધીનગર ખાતેની ઉપવાસ છાવણીમાં પોલીસ કર્મીઓના પરિવારજનો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે.અને જ્યાં સુધી તેમની માંગણી પૂર્ણ નહી થાય ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે.
પગાર ગ્રેડ પે મુદે પોલીસ જવાનના આંદોલનને પરિવારજનોએ ઉચકી લીધું છે.શોશ્યળ મીડિયામાં ચાલતા આ આંદોલનમાં હવે પરિવારજનો જોડતા નવો વળાંક આવ્યો છે અને તેનું દબાણ હવે સરકાર પર આવી રહ્યું છે.તેમ છતાં સરકાર મૌન વ્રત ધારણ કરી લીધું છે.