T20 વર્લ્ડકપના પહેલા મેચમાં પાકિસ્તાન સામેની હાર બાદ ટીમની ઘણી ખામીઓ સામે આવી છે. હાર્દિક પંડ્યા હજુ પણ ચિંતાનો વિષય બની રહ્યો છે. સમજાતું નથી કે પંડ્યાની મુશ્કેલી શી છે? રવિવારે રમાયેલી મેચમાં પણ તે ઈજાગ્રસ્ત થયો હતો. તે ફરી ક્યારે બોલિંગ કરતો જોવા મળશે એ હજુ સુધી સ્પષ્ટ નથી. જોકે, ક્રિકેટ વિવેચકો કહે છે કે, હાર પાછળનું સૌથી મોટું કારણ ટીમ કોમ્બિનેશન રહ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ પાસે કોઈ ફાસ્ટ બોલિંગ ઓલરાઉ્ન્ડર નથી. જેની સામે હાર્દિક પંડ્યા એક વિકલ્પ તરીકે રહ્યો હતો.
પણ ખરાબ પર્ફોમન્સને કારણે મીડલ ઓર્ડરમાં એક ગેપ ઊભો થયો છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં રવિવારે ત્રણ મોટા ફેરફાર કરે એવી પૂરી શક્યતાઓ છે. પંડ્યાના સ્થાને ઈશાન કિશન, વરૂણ ચક્રવર્તીના સ્થાને આર. અશ્વીન અને ભૂવનેશ્વરના સ્થાને શાર્દુલ ઠાકુરને લેવામાં આવી શકે છે. આ ફેરફારનું કારણ જીત હશે તે નહીં એ નક્કી નથી પણ સામેની ટીમને એક મજબુત ટક્કર મળશે એ નક્કી છે. ટીમ સારૂ પર્ફોમ કરે છે પણ બોલિંગમાં ઘણા વિકલ્પો છે. મુખ્ય સમસ્યા એ છે કે બેટ્સમેન કોઈ બોલિંગ કરી શકતા નથી. જેના કારણે ટીમમાં બેલેન્સ રહેતું નથી. તેથી આ મુશ્કેલીઓ ઊભી થાય છે. સમય રહેતા આ મુશ્કેલીનો પણ હલ નીકળશે. બીજી બાજુ ડાબોડી બોલર સામે આપણે ખેલાડીઓની એટલી તૈયારી ન હતી. રવિવારે પણ ડાબોડી ઝડપી બોલર શાહીન આફ્રિદીએ રોહિત શર્મા, લોકેશ રાહુલ અને કોહલીની વિકેટ ઝડપી હતી. કોહલીએ ઓપનિંગ કરવાની જરૂર હતી. જોકે, રોહિતને વોલ તરીકે માનવામાં આવે છે. તે સારૂ પ્લેટફોર્મ બનાવી શકે છે. પણ રવિવારની મેચમાં તે સસ્તામાં આઉટ થઈ જતા એવું થયું નહીં.
વિરાટ કોહલીએ પણ લાંબી ઈનિંગ સુધી રમવાની જરૂર હતી. પણ તે લાંબા સમય સુધી પીચ પર સક્રિય રહ્યો નહીં. T20 ફોર્મેટમાં આ એનો સૌથી ખરાબ સ્કોર કહી શકાય છે. શાર્દુલ નીચલા ક્રમને મજબુત કરે એવી પૂરી શક્યતા છે. છેલ્લા બે વર્ષથી તે ભારતીય ક્રિકેટ ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પુરવાર થયો છે. ભૂવનેશ્વરની ઓવરમાં બાબરે આક્રમક અને તોફાની બેટિંગ કરી હતી. ભુવનેશ્વરે આઈપીએલની 11 મેચમાં 7.97ની ઈકોનોમી સાથે માત્ર 6 વિકેટ ઝડપી હતી. આ સ્થિતિને જોતા શાર્દુલને સ્થાન આપવામાં આવી શકે એમ છે. તેણે 14 ઈનિંગમાં 23 વિકેટ ખેરવી છે. હાર્દિક પંડ્યા બેટિંગના દમ પર ટીમમાં છે. પણ રવિવારની મેચમાં તે પણ ચાલ્યો નથી. ઈશાન કિશનને સામિલ કરવામાં આવે તો ટીમને ક્યાંક ફાયદો થાય એવી પૂરી સંભાવના છે. ઈશાનને ટોપ ઓર્ડરમાં પણ બેટિંગ કરવા મોકલવામાં આવી શકે છે. ઈશાને પોતાની ગત 3 ઈનિંગ્સમાં 50, 84, 70 રન કર્યા હતા.