Wednesday, September 11, 2024
HomeSportsઅ'વાદ ટીમની લોકપ્રિયતા એમાં આવનારા પ્લેયર્સ પર,નામ-સુકાની અંગે ચર્ચા

અ’વાદ ટીમની લોકપ્રિયતા એમાં આવનારા પ્લેયર્સ પર,નામ-સુકાની અંગે ચર્ચા

હવે પછીની IPLની સીઝનમાં અમદાવાદની ટીમ પણ રમતી જોવા મળશે. જોકે, હજુ સુધી આ ટીમનું કોઈ ટાઈટલ નક્કી થયું નથી. બે નવી ટીમની દુબઈમાં થયેલી હરાજીમાં અમદાવાદની ટીમ માટે સીવીસી કેપિટલ્સ ગ્રૂપે રૂ.5635 કરોડની બીડ કરી હતી. જેને સ્વીકૃતિ મળતા અમદાવાદની ટીમને લીલી ઝંડી મળી ગઈ છે. જોકે, ગુજરાતમાંથી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના શહેરની ટીમને લઈને ચર્ચા થઈ રહી હતી. આ એલાન થતા ક્રિકેટફેન્સમાં રાજીપો જોવા મળ્યો છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

આ નવી ટીમને હાલ તો કોઈ મોટો ચાહકવર્ગ મળે એવી શક્યતાઓ ઓછી છે. ક્રિકેટ વિવચકો આ પાછળના કારણો જણાવતા કહે છે કે, વર્ષ 2008થી દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. દેશભરના ચાહકોની જેમ આ ટુર્નામેન્ટમાં ગુજરાત ક્રિકેટ તથા અમદાવાદના ચાહકો પણ ચુસ્તપણે વહેચાઈ ચૂક્યા છે. અત્યાર સુધીની ટીમને ગુજરાત રાજ્યમાંથી પણ કેટલાક ચાહકો વીનેબિલિટીના આધારે પસંદ કરતા થયા છે. જે તે ટીમના માલિકોના ફેન છે. જેમ કે મુંબઈ ઈન્ડિયનના ફેન બનવાનું મુંબઈ સિવાયના શોખીન માટે એક કારણ રીલાયન્સ અને સચીન તેંડુલકર હોઈ શકે. આ સાથે મુંબઈના લોકો પણ ટીમને પસંદ કરે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે કિંગ ખાન, પંજાબની ટીમ માટે પ્રિતી ઝિન્ટા તથા રાજસ્થાન રોયલ્સ માટે ઘણા સમય સુધી શિલ્પા શેટ્ટી જવાબદાર હતા. બોલિવૂડના સ્ટાર્સનો ક્રિકેટના ખેલાડીઓની સાથોસાથ પણ ચાહકવર્ગ મોટો રહ્યો છે. જેમ જેમ ટુર્નામેન્ટની લોકપ્રિયતા વધતી ગઈ એમ મોટા પ્લેયર્સનું ખાસ આકર્ષણ વધતું ગયું. જેમ કે, ચેન્નઈ સુપરકિંગ્સ માટે ધોની અને બ્રાવો. આ જ રીતે અમદાવાદ ટીમની લોકપ્રિયતા એમાં આવતા પ્લેયર્સ પર રહેલો છે. ગુજરાતની ટીમમાં કોઈ ગુજરાતી ખેલાડી આવશે ખરા? ચર્ચા એવી પણ છે. જે હાલમાં ક્રિકેટ ટીમમાં અને ઈન્ડિયાની એ ટીમમાં રમી રહ્યા છે. આ ઉપરાંત પહેલા ક્યા ખેલાડીનો સમાવેશ કરવામાં આવે છે એના પર સૌની નજર છે. કારણ કે નવી ટીમ ટુર્નામેન્ટમાં કેટલી ચાલશે એનો મોટાભાગનો ખ્યાલ એમાં આવતા પ્લેયર્સ પર નિર્ભર કરે છે. ગુજરાતના ખેલાડીની વાત કરવામાં આવે તો આ ટુર્નામેન્ટમાં કુલ 15 ખેલાડીઓ છે. જેમ કે, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, અક્ષર પટેલ, સ્મિત પટેલ. નવી ટીમમાં ગુજરાતી ખેલાડીઓ પણ ખરીદાય એ મુદ્દાની મજબુતી અત્યારે તો વધારે છે.

IPLની હવે પછીની સીઝનમાં દસ ટીમ વચ્ચે ટક્કર
આવનારા સમયમાં હરાજીમાં શું નિર્ણય લેવાય એના પરથી ટીમની મજબુતી નક્કી થશે. સંજીવ ગોએન્કા ગ્રૂપે રૂ.7090 કરોડમાં લખનઉની ટીમ ખરીદી છે. સુત્રોમાંથી વિગત એવી પણ મળી હતી કે, અમદાવાદની ફ્રેન્ચાઈઝી માટે અદાણી ગ્રૂપે રૂ.5000 કરોડની આસપાસની બીડ કરી હતી. ટુર્નામેન્ટની હવે પછીની સીઝનમાં અમદાવાદની ટીમ રમશે. લખનઉની ટીમ માટે પણ સફળ બિડિંગ થતા 10 ટીમ તૈયાર થઈ છે. બંને ટીમ આવતા બિડ દ્વારા રૂ10,000 કરોડ સુધીની આવક થવાની પૂરી શક્યતા છે. મોટી બોલીને કારણે બોર્ડને રૂ.12715 કરોડની આવક થઈ છે.હવેથી આઈપીએલની આઠને બદલે દસ ટીમ વચ્ચે ટક્કર જોવા મળશે. સંજીવ ગોએન્કા ગ્રૂપે વર્ષ 2016 2017માં રાઈઝિંગ પૂણેની ફ્રેન્ચાઈઝીનું સંચાલન કર્યું હતું. સોમવારે દુબઈમાં બોર્ડ તરફથી ગુવાહાટી સહિત છ ટીમ માટે બિડ પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં ગૌતમ અદાણીના ગ્રૂપે પણ ભાગ લીધો હતો.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,567FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW