વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું એક સલાહકાર સમૂહ ભારતની કોવૈક્સિનના ડેટાની સમીક્ષા કરી રહી છે. તેવામાં કોવૈક્સિનના ઈમરજન્સી ઉપયોગમાં લેનારી વેક્સિનના લીસ્ટમાં શામેલ કરવા ઉપર જલ્દી જ નિર્ણય લેવામાં આવી શકે છે. WHOના એક પ્રવક્તાએ તેની જાણકારી આપી છે. માર્ગરેટ હૈરિસે યુએનમાં પત્રકાર પરિસદમાં કહ્યું હતું કે, જો બધુ સામાન્ય રહ્યું અને બધુ સારૂ રહ્યું છે. સાથે જ સમિતિ ડેટાથી સંતુષ્ટ થાય છે કો અમે 24 કલાકની અંદર આ વેક્સિનની આપાતકાલીન પરવાનગી આપી શકીએ છીએ. અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ભારતમાં લાખો લોકોએ ભારત બાયોટેક દ્વારા ભારતમાં તૈયાર કરવામાં આવેલી કોવૈકિસ્નને લગાવી છે. પરંતુ WHO દ્વારા મંજૂરી નહીં મળવાના કારણે આંતરરાષ્ટ્રીય યાત્રા કરી શકતા નથી. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 24 કલાકની અંદર કોવૈક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે. ડબલ્યુએઓએ પહેલા એ વાત ઉપર ભાર મુક્યો હતો કે, તે સુનિશ્ચિત કરવા માટે કોવૈક્સિન સુરક્ષિત અને પ્રભાવી છે, એક વૈક્સિનનું સારી રીતે મુલ્યાંકન કરવું જોઈએ.
હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે કોવૈક્સિન તૈયાર કરી છે. તેને વૈક્સિનની ઈમરજન્સી યુઝ લિસ્ટિંગ માટે 19 એપ્રિલના રોજ ડબલ્યુએચઓમાં ઈઓઆઈ રજુ કર્યું હતું. વૈક્સિનની મંજૂરીમાં થઈ રહેલી ઢીલાશને લઈને ડબલ્યુએચઓએ કહ્યું કે તે ઈમરજન્સી ઉપયોગ માટ કોઈ પણ પ્રોડક્ટને મંજૂરી દેતા પહેલા સુરક્ષામાં કોઈપણ પ્રકારની કાંપ મુકી શકતા નથી. તેનું કહેવું છે કે, અમે તે સુનિશ્ચિત કરવા માટે વૈક્સિનનો સમગ્ર રીતે મુલ્યાંકન કરીએ છીએ કે તે સુરક્ષીત અને પ્રભાવી હોય. ડબલ્યુએચઓને કહ્યું છે કે, ભારત બાયોટેક નિયમિત આધાર ઉપર ડેટા ઉપલબ્ધ કરાવી રહ્યું છે અને વિશેષજ્ઞો આ ડેટાની સમીક્ષા કરી છે.
જો ડબલ્યુએચઓ તરફથી ઈરમજન્સી ઉપરયોગ કરવા માટેની મંજૂરી મળી જાય છે તો તે ભારતીયો માટે ખાસ રહેશે જેમણે કોવૈક્સિન લગાવી છે. એવું એ માટે કે કોવૈક્સિન લગાવનારા ભારતીય પરેશાન થયા વગર જ આંતરરાષ્ટ્રીય યાત્રા કરી શકશો. વૈક્સિનની મંજૂરીમાં થઈ રહેલી ઢીલાશના કારણે છાત્રો અને વેપારીવર્ગ સૌથી વધુ પ્રભાવિત થયો છે. જે તે દેશોમાં યાત્રા કરવા માંગે છે જ્યાં WHO દ્વારા મંજૂર કરેલી વેક્સિન લગાવી અનિવાર્ય હોય.