બેટરીના પૈસાની ઉઘરાણી બાબતે ડખો : વેપારીનો બચાવ
હળવદમા સ્ટેશન રોડપર પૈસાની ઉઘરાણી બાબતે ડખો થતાં ચાર શખ્સોએ તલવાર અને છરીથી વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં વેપારીને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જોકે આજુબાજુના વેપારીઓ એકઠાં થઈ જતાં મોટી જાનહાનિ ટળી હતી મામલાની ગંભીરતા લઈને હળવદમા સ્ટેશન રોડપર પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ હળવદના સ્ટેશન રોડપર આવેલી શ્રી હરી બેટરી શોપના ધવલભાઈ પટેલએ ઈલ્યાશ પાસે બેટરીના પૈસા માંગતા તે બાબતે બોલાચાલી થઈ જતાં ઈલ્યાશે યાકુબ ભાઈ જંગરીએ ફયાજ યાકુબભાઈ જંગરી,રજાક હામદભાઈ જંગરી અને મકબુલ રજાકભાઈ જંગરીને ફોન કરીને બોલાવતા ધવલ પટેલ પર તલવાર છરી સહિતના હથિયાર સાથે હુમલો કરી ધવલને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જોકે આ મામલે જાનહાનિ પહોંચે તે પહેલાં વેપારીઓ એકઠાં થઈ જતાં જાનહાનિ ટળી અને સ્ટેશન રોડપર ડીવાયએસપી, એલસીબી, એસઓજી સ્થાનિક પોલીસ સહિતનો કાફલો દોડી ગયો હતો અને સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધો હતો