રાજ્ય સરકાર સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર અને લાંચ ન લેવાતી હોવાના દાવા કરે પણ સાચી વાત એ છે કે લાંચ વિના કચેરીમાં કામ થતા નથી તાજેતરમાં આવો એક કિસ્સો જામનગર શહેરમાં સામે આવ્યો છે.જામનગર દ્વારકામાં હાલ એસીબીએ ધામા નાખ્યા હોય તેમ અલગ અલગ કચેરીમાં એસીબીની ટીમ લાંચિયા કર્મચારી પર ધોસ બોલાવી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
જામનગર શહેરના નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યા રૂપિયા 10 હજારની લાંચ લેતો એસીબીના સકંજામાં આવ્યો છે. ચેતન ઉપાધ્યા શહેરમાં વેપારીઓને ફટાકડા વેચવાના લાયસન્સ માટે લાંચ પેટે રૂપિયા માંગ કરી હતી આ અંગે એસીબીની જાણ થઇ હતી જે બાદ એસીબીની ટીમે છટકુ ગોઠવી નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાને લાંચના રૂપિયા 10 હજાર લેતાં રંગેહાથ ઝડપી લીધો હતો. આ અગાઉ પણ આ લાંચિયો મામલતદાર લાંચ લેતાં રંગેહાથ પકડી પાડ્યો હતો.
આ પહેલા દેવભૂમિ દ્વારકા પ્રાંત અધિકારી નિહાર ભેટારિયા ને રૂ ૩ લાખની લાંચ આપતા એસીબીએ ઝડપી લીધો હતો પ્રાંત અધિકારીએ પાક રક્ષણ માટે હથિયારનો પરવાનો આપવા બદલ પ્રાંત અધિકારીએ રૂપિયા ત્રણ લાખની લાંચ માગતા ગાંધીનગર ACBની ટીમે છટકું ગોઠવી અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક પટ્ટાવાળો પણ એસીબીની ઝપટમાં આવી ગયો છે આરોગ્ય શાખામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતો ડાયા કરશન હુંણ રૂ. 500ની લાંચ લેતાં ઝડપાયો હતો. જામનગર મહાપાલિકામાંથી ફુડ લાયસન્સ મેળવવા માટે લાંચ લેવાતી હોવાની ACBને મળેલી ફરિયાદના આધારે ACBના સ્ટાફે છટકું ગોઠવી મહાનગરપાલિકાની ફુડ શાખામાંથી લાયસન્સ મેળવવા માટે રૂ. 500ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધો હતો.