માતાના ગર્ભમાં રહેલાં બાળકને જન્મજાત બીમારીઓની સંભાવના રહેતી હોય છે ઘણીવાર આ બીમારી એટલી ગંભીર હોય છે કે માતા પિતાની કમાણી ખર્ચી નાખે તો પણ તેનો ઈલાજ થી શકતો નથી દેશમાં વિમા કંપનીએ હવે આવા બાળકોનાં વીમા માટેની સહમતી દર્શાવી છે. જેમાં માતા-પિતાની અપેક્ષા મુજબ બાળકનાં જન્મ પુર્વે જ વીમો આપવામાં આવશે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ઈન્ડીયન એકેડેમી ઓફ પીડીયાટ્રીક સર્જનમાં 47માં વાર્ષિક સંમેલનનાં ઉદઘાટનમાં શુક્રવારે તેના અધ્યક્ષ ડો. રવીન્દ્ર રામદ્વારે આ બાબતની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આઈએપીએસની કાર્યકારી સમિતીએ વીમા કંપનીઓ સાથે લાંબો સમય સુધી વિચાર-વિમર્શ કર્યો ત્યારબાદ છેવટે એક સફળતા હાંસીલ થઈ છે. એક પ્રાઈવેટ વીમા કંપની (આર હેલ્થ એન્ડ એલાઈડ ઈસ્યોરન્સ) એ માતાનાં ગર્ભમાં રહેલા બાળકનાં વીમા માટે મદદ કરવાની સહમતી દર્શાવી છે.
આ સંસ્થાનાં સંયુક્ત સચિવે જણાવ્યું કે, અનેક નવા માતા-પિતા પાસે નવજાત બાળકનાં જન્મજાત બીમારીઓનાં ઈલાજ માટે પુરતા સાધનો હોતા નથી, પરિણામે જયારે સોનોગ્રાફીનાં માધ્યમથી 20 સપ્તાહની તપાસ થાય છે જેમાં વિકૃતિ મળે તો બાળકને ગર્ભમાં જ નુકસાન પહોંચે છે. ત્યારે હવે વીમા કવરની પ્રણાલી જો અનેક વીમા કંપનીઓ દ્વારા અપનાવવામાં આવે તો આ ગર્ભપાતને રોકવામાં મદદ મળી શકે છે.
ડો. રામદ્વારે ઉમેર્યું કે વીમા કંપનીઓ બાળપણમાં જન્મજાત બીમારી અથવા સમસ્યાનાં કવર પેશ નથી કરતાં. જે અનેક પરિવાર માટે ખૂબ મોટી જવાબદારી સાબીત થઈ શકે છે, કે જેઓ આર્થિક રીતે સદ્ધર નથી જેથી અનેક દંપતિઓએ નાછુટકે ગર્ભપાતનો નિર્ણય લેવો પડે છે. પરંતુ હવે એ સમસ્યા નહીં રહે. હવે ગર્ભમાં રહેલાં બાળકને પણ વીમા કવચ મળવાને કારણે માતા-પિતાને બાળકની જન્મજાત બીમારી સામે લડવા પુરેપુરો સહયોગ મળી રહેશે.