જિઓ યુઝર્સ માટે અલગ અલગ કેટેગરી અને અલગ અલગ કિંમતોના પ્રિપેડ પ્લાન ઓફર કરે છે. આખું વર્ષ ઇન્ટરનેટ અને અનલિમિટેડ કોલ ઉપરાંત લાંબી વેલિડિટીવાળો પ્લાન શોધી રહ્યા છો, તો રૂ.2399 રૂપિયાના પ્રીપેડ પ્લાન કંપની રજૂ કરે છે. રૂ.2397ના પ્લાનમાં પણ ઘણી મસ્ત ઓફર્સ છે. આ બંને પ્લાન્સમાં માત્ર 2 રૂપિયાનો ફરક છે અને એક પ્લાનમાં માત્ર 2 રૂપિયા વધારે ખર્ચ કરી એક્સ્ટ્રા ડેટા મેળવી શકો. જો કે, આ પ્લાનમાં ઘણી ઓફર્સ પણ છે. બંને પ્લાન્સની વેલિડિટી 365 દિવસની છે.
2397 રૂપિયામાં રિલાયન્સ જિઓ પ્રિપેડ પ્લાન
- આ પ્લાનમાં કુલ 365 GB ડેટા મળશે.
- દરરોજ 100 ફ્રી એસએમએસ મળશે.
- આ પ્લાનમાં દરરોજ 1 GB ડેટા કરવા પર કોઈ પ્રતિબંધ નથી. યુઝર્સ તેની જરૂરીયાત મુજબ ડેટાનો ઉપયોગ કરી શકે છે.
- જિયો ટીવી, જિયો મૂવીઝ સહિત તમામ જિયો એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ છે.
- આ પ્રીપેડ પ્લાન 365 દિવસ એટલે કે એક વર્ષ માટે વેલિડ છે.
- આ પ્લાનમાં અનલિમિટેડ ડોમેસ્ટિક કોલ્સનો પણ ફાયદો છે.

જિઓનો 2399 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને શું-શું ફાયદો મળશે.
- દરરોજના 100 એસએમએસ પણ ઉપલબ્ધ છે.
- પ્લાનની વેલિડિટી 365 દિવસ એટલે કે એક વર્ષની છે.
- આ પ્લાનમાં આખું વર્ષ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્સનો ફાયદો ઉઠાવી શકો છો.
- 2399 રૂપિયાના પ્રીપેડ પ્લાન પર આખી વેલિડિટીમાં કુલ 730 GB ડેટા ઓફર કરવામાં આવે છે.
- જિયો ટીવી, જિયો મૂવીઝ સહિત તમામ જિયો એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ છે.
- જિયોના આ પ્રીપેડ પ્લાનમાં દરરોજ 2 GB ડેટા મળે છે.