Wednesday, March 26, 2025
HomeGujaratCentral Gujaratકોરોના મહામારી બાદ ફરી વાઈબ્રન્ટ સમીટ થશે ટેસ્લા,ગુગલ સહીત 500 કંપનીઓને આકર્ષવા...

કોરોના મહામારી બાદ ફરી વાઈબ્રન્ટ સમીટ થશે ટેસ્લા,ગુગલ સહીત 500 કંપનીઓને આકર્ષવા આયોજન

રાજ્યના પૂર્વ સીએમ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વના ઉદ્યોગકારોને આકર્ષવા અને રાજ્યમાં વિશ્વ કક્ષાના ઉદ્યોગ લાવવા શરુ કરેલી વાઈબ્રન્ટ સમીટ કોરોના મહામારીના કારણે 2021 રદ કરવામાં આવી હતી. હવે કોરોનાની લહેર શાંત થઇ જતા ફરી એકવાર વૈશ્વિક કક્ષાએ તમામ પ્રકારના સેક્ટર ફરી ધમધમતા થવા જઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે આગામી 2022માં વાયબ્રન્ટ સમિટ માટે પણ તૈયારી શરુ કરી દીધી છે. ભારતમાં વધતા જતા પેટ્રોલ ડિઝલના ભાવ સામે ઈ વ્હીકલની ક્ષમતા ને ધ્યાને લઇ સરકાર ક્લીન એનર્જી, ફિન્ટેક, ઈન્ટિગ્રેટેડ ફાર્મા અને ઈનોવેશન ટેકનોલોજી ક્ષેત્રની ફોર્ચ્યુન 500 કંપનીઓને આકર્ષવા માટે સરકાર ખાસ પ્લાન તૈયાર કરશે. દિવાળી બાદ રાજ્ય સરકાર આ માટે ખાસ માર્કેટિંગ ડ્રાઈવ શરૂ કરશે. તે ઉપરાંત રાજ્ય સરકાર વાઈબ્રન્ટ સમિટ પહેલાં જમીન અને મહેસૂલને લગતાં સાત મોટા નિર્ણયો લેશે. 2022ની વાઈબ્રન્ટ સમિટને ગત વખતની સમીટ કરતાં પણ મોટા પાયે યોજવા જઈ રહી છે. અને સરકારે વિશ્વની 500 કંપનીઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષવા પ્લાન તૈયાર કર્યો છે. જેમાં ખાસ કરીને ટેસ્લા, ગૂગલ, માઈક્રોસોફ્ટ, વોલમાર્ટ, માસ્ટરકાર્ડ સહિતની ફોર્ચ્યુન 500 કંપનીઓને વાઈબ્રન્ટમાં આમંત્રિત કરવા માંગે છે તેવું સુત્રો જણાવી રહ્યાં છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

રાજ્ય સરકાર દિવાળી બાદ અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જાપાન સહિતના દેશોમાં મોટા પાટે રોકાણકારોને આકર્ષવા માટે રોડ શો કરવાનું આયોજન કરી રહી છે. તે ઉપરાંત ભારતના 6 મોટા શહેરોમાં પણ નવેમ્બર અને ડિસેમ્બરમાં રોડ શો કરશે. આ રોડ શોમાં ધોલેરા સ્માર્ટ સિટી અને ગાંધીનગરમાં ગિફ્ટ સિટી સહિત એરિયાને રોકાણ કરવા માટે શો કેસ કરાશે. ભારત સરકાર પણ આ ઈવેન્ટમાં ટોચની ઈન્ટરનેશનલ સરકારી એજન્સી, ઈન્ટરનેશનલ ઈન્ડસ્ટ્રી અને ટ્રેડ બોડી, મોટી ઈન્ટરનેશનલ કંપનીઓને આમંત્રિત કરશે. તે ઉપરાંત દેશમાંથી કેટલાક રાજ્યોએ પણ આ ઈવેન્ટમાં ઉપસ્થિત રહેવા માટેની તૈયારી બતાવી છે.તે ઉપરાંત ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ઈન્ટરનેશનલ ટ્રેડ શોનું પણ આયોજન કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં આ વર્ષે યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં આમંત્રણથી માંડીને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ સહિત તમામ પ્રકારની બાબતોના ખાસ તૈયાર કરેલા મેપની જાણકારી મેળવી હતી. આ સમિટમાં કેટલાક દેશોમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે આમંત્રિત રોકાણકારો ગુજરાત ન આવી શકે તો તેમના માટે ગુજરાત સરકાર દ્વારા વર્ચ્યુઅલ પ્લેટફોર્મની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાત સરકાર વાઇબ્રન્ટ સમિટ અને આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓના પગલે રાજ્યમાં વિવિધ ક્ષેત્ર અંગે નવી પોલિસી અંગે પણ બેઠકમાં વિશેષ ચર્ચા કરી હતી.
દર વખતે વાઈબ્રન્ટ સમિટ પહેલાં રાજ્ય સરકાર ઉદ્યોગો માટે નવા નિર્ણયો લેતી હોય છે. જેનાથી રાજ્યમાં સરળતાથી રોકાણ આવી શકે. તેવી જ રીતે આ વખતે નવી સરકાર રાજ્યમાં વઘુ રોકાણ આવે અને ઉદ્યોગોને રોકાણ કરવામાં સરળતા રહે તે માટે જમીન અને મહેસૂલને લગતાં સાત મોટા નિર્ણયો લેશે. આ નિર્ણયોથી ઉદ્યોગો માટે એક નવી નીતિ બનશે. જે નીતિના આધારે રોકાણકારો રાજ્યમાં પોતાનો ઉદ્યોગ સરળતાથી સ્થાપી શકશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,456FollowersFollow
2,690SubscribersSubscribe

TRENDING NOW