આર્યન ખાન ડ્રગ કેસમાં હવે ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેનું નામ પણ જોડાઈ ગયું છે. NCBએ ગુરૂવારે અનન્યા પાંડેને સમન્સ મોકલ્યું હતું. શુક્રવારે પણ એમની પૂછપરછ યથાવત રહેશે. આર્યન ખાનના ફોનમાં અનન્યા પાંડેની વોટ્સએપ ચેટ મળી હતી. એ પછી NCB એ અનન્યાને પૂછપરછ માટે બોલાવી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે, ડ્રગને લઈને આ વાતચીત થઈ હતી. આ તમામ રીપોર્ટ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ગુરૂવારે પણ NCBએ અનન્યાની પૂછપરછ કરી હતી. એની સાથે પિતા ચંકી પાંડે પણ રહ્યા હતા. તપાસ અધિકારી વી.વી. પાંડેએ અનન્યાની પૂછપરછ કરી હતી. અધિકારીએ કહ્યું કે, અનન્યાને સમન્સ પાઠવાયું છે. પણ એના પર આશંકા એવું અત્યારે કહી શકાય એમ નથી. તપાસ ચાલું છે. ફરી એક વખત અનન્યાની પૂછપરછ કરી વિગત મેળવવામાં આવશે. અનન્યાને ક્યારથી સંપર્કમાં આવ્યા ત્યાંથી લઈને ડ્રગ સુધીના પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આર્યન ખાન અને અનન્યા ખૂબા ગાઢ મિત્રો છે. હવે જોવાનું એ રહે છે કે, આ પૂછપરછમાંથી ક્યા મોટા ડ્રગ માફિયાનું નામ સામે આવે છે.