MG એસ્ટરે માત્ર 20 મીનીટમાં જ 5000 બુકીંગ મળી ચુકી છે. તેની સાથે એમજી એસ્ટર કારનો સ્ટોક પણ ખલાશ થઈ ચુક્યો છે. કંપનીએ 25 હજાર રૂપિયાના ટોકમ એમાઉન્ટની સાથે જ બુકીંગ ઓપન કરી હતી. એમજી મોટરે સવારે જ 5000 યુનિટનું વેચાણ કર્યું છે. જેને કંપની વર્ષના અંત સુધી વેચવાનો પ્લાન બનાવ્યો છે. પરંતુ તેની બુકીંગ શરૂ થયા બાદ 20 જ મીનીટમાં સ્ટોક પૂર્ણ થઈ ગયો. એસ્ટર એસયુવીની પહેલા લોટની ડિલીવરી નવેમ્બરથી શરૂ થઈ જશે. એમજી મોટરે 10 દિવસ પહેલા જ 9.78 લાખની બેઝ પ્રાઈઝની સાથે એસ્ટર એસયુવીને લોન્ચ કરી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આ કારની કેબિનમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટોની સાથે 10.1 ઈંચ એન્ફોટેનમેન્ટ સ્ક્રીન, 7 ઈંચ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ક્રોમ ઈન્સર્ટની સાથે એક મલ્ટી ફંકશનલ સ્ટીયરીંગ વ્હીકલ, પાવર એડજેસ્ટેબ ફ્રંટ સીટ, ઓટો ક્લાઈમેટ કંટ્રોલ અને સાથે 360 ડિગ્રી કેમેરા વ્યું મળે છે. કાર ડ્રાઈવર આસિસ્ટેંટ સિસ્ટમ જેમાં કેમેરા અને રડાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. તેની મદદથી ઓટોમેટીક ઈમરજન્સી બ્રેકીંગ, એડેપ્ટીવ ક્રુઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર વોર્નિંગ ફિચર મળે છે. સેફ્ટી માટે એસયુવીમાં 6 એરબેગ, ટ્રેક્શન કંટ્રોલ, હિલ ડિસેંટ કંટ્રોલ અને 4 ડિસ્ક બ્રેક મળે છે. ઈલેકટ્રિક પાર્કિંગ બ્રેક, ટાયર પ્રસર મોનિટર, સાથે જ નોર્મલ, અર્બન અને ડાયનેમિક જેવા ડ્રાઈવીંગ મોડ મળે છે.
એસ્ટર એસયુવીને બે એન્જીન ઓપ્શનમાં ઉતારવામાં આવી છે. પહેલુ 1.4 લીટર, ચાર સિલિન્ડ ટર્બો પેટ્રોલ એન્જીન છે જે 5600 આરપીએમ ઉપર 138 બીએચપી અને 3600 આરપીએમ ઉપર 220 એનએમ જનરેટ કરે છે. તેને 6 સ્પીડ ઓટોમેટીક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. જ્યારે બીજુ 1.5 લીટર, ચાર સિલિન્ડર પેટ્રોલ છે જે મેન્યુઅલ ગીયર બોક્સની સાથે આઠ સ્ટેપ સીવીટી ગીયરબોક્સની સાથે આવે છે. તે 6000 આરપીએમ ઉપર 108 બીએચપી અને 4400 આરપીએમ ઉપર 144 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે.