મુંબઈ ડ્રગ કેસમાં દરરોજ નવા નવા વળાંક સામે આવી રહ્યા છે. આર્યન ખાનને હજું વધારે સમય સુધી જેલમાં રહેવું પડશે. આર્યનનો ફોન પણ FSLમાં મોકલી દેવામાં આવ્યો છે. આ કેસમાં અનન્યા પાંડેનું નામ પણ સામે આવ્યું છે. બંને વોટ્સએપથી જોડાયેલા હતા. અનન્યાએ એક ડ્રગ પેલડરનો નંબર શેર કર્યો હોવાનું સામે આવ્યું છે. તે ગાંજો ટ્રાય કરવા માગતી હતી. અનન્યા પાંડેની ચેટમાં એક જગ્યાએ આર્યન અનન્યા સાથે ગાંજાને લઈને વાત કરી રહી હતી. આર્યન પૂછે છે કે, કંઈ થઈ શકે છે. જુગાડ થઈ શકે છે. અનન્યા જવાબ આપે છે કે હું વ્યવસ્થા કરી દઈશ. જ્યારે તપાસ એજન્સીએ આ ચેટ પર પ્રશ્ન કર્યા ત્યારે જવાબ આપ્યો હતો કે હું એનો મજાક ઉડાવી રહી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
અનન્યાએ એવો જવાબ આપ્યો હતો કે, આ વાત સિગારેટને લઈને હતી. ડ્રગને લઈને અમારી સાથે કોઈ વાતચીત થઈ નથી. જ્યારે અનન્યાને પૂછ્યું કે તે શું તે પોતે ડ્રગ લે છે ત્યારે એને ઘસીને ના પાડી દીધી હતી. આર્યન ખાનના સંપર્કમાં રહેલી અન્ય એક પ્રોડ્યુસરની દીકરી, ભત્રીજો અને અભિનેત્રીની બહેન ઉપર પણ તપાસ એજન્સીની નજર છે. કારણ કે આ તમામ વિગત તપાસ એજન્સી સુધી પહોંચી ગઈ છે. એક વોટ્સએપ ગ્રૂપમાં તેઓ એકબીજા સાથે જોડાયા હતા. આમાંથી એક વ્યક્તિ તો દેશ છોડીને જતી રહી છે. આ ચેટ બાદ તપાસ અધિકારીઓ અન્ય સ્ટાર કિડને પણ રડારમાં લઈ શકે છે. ફિલ્મ ક્રિટિક્સ કમાલ આર ખાને કહ્યું કે, આર્યન ખાનની ધરપકડ બાદ બોલિવૂડના અનેક સ્ટારકિડ દેશ છોડીને જવાનો વિચાર કરી રહ્યા છે. તેઓ એવું વિચારે છે કે, જો આર્યન સાથે આવું થઈ શકે તો એમની સાથે આવું થતા વાર નહીં લાગે. હવે તપાસ એજન્સીના રડારમાં કરણ જોહર છે. એક વર્ષ પહેલા તેણે આપેલી એક પાર્ટીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પાર્ટી જે જોવા મળી રહી છે. એની પણ તપાસ ચાલું કરી દેવામાં આવી છે.