નાસાનો ચંદ્ર નિરીક્ષણના કાર્યક્રમનું આયોજન સ્ટારગેજીંગ ઈન્ડિયા દ્વારા 600 થી વધુ બાળકો નાસાના કાર્યક્રમમાં જોડાયા ટેલિસ્કોપથી ચંદ્ર શનિ ગુરુ નિહાળી બાળકો થયા રોમાંચિત છે. અમેરિકાની અવકાશી સંસ્થા નાસા દ્વારા પ્રોત્સાહિત “ઇન્ટર નેશનલ ઓબ્ઝર્વ ધ મૂન નાઈટ” નું આયોજન ભુજની સ્ટારગેઝિંગ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
તા 11 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર દરમિયાન લેવા પટેલ કન્યા વિદ્યાલય, સીમા જનકલ્યાણ છાત્રાલય તથા રુદ્રાણી ડેમ કેમ્પ સાઈટ ઉપર યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ 296 વિદ્યાર્થીઓ અને 309 જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા હતા.શરૂઆતમાં સ્ટારગેઝિંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોર સાગર દ્વારા નાસા તરફથી યોજાતા. આ કાર્યક્રમનું મહત્વ જણાવતા કહ્યું હતું. આપણી પૃથ્વીનો નજીકનો પડોશી ચંદ્ર વિશે વિદ્યાર્થીઓ વધુ માહિતગાર થાય. તેની વિવિધ કલાઓ વિશે જાણે, તથા તેનું મહત્વ સમજે તે હેતુ થી વિશ્વના ઘણા દેશોમાં આ આયોજન ઓક્ટોબર માસ દરમિયાન કરવામાં આવે છે. જે અન્વયે બાળકોને ટેલિસ્કોપથી ચંદ્ર , ગુરુ તથા શનિ ગ્રહનું દર્શન કરાવવામાં આવ્યું હતું. ખગાશ્વ, ધ્રુવ તારો, શર્મિષ્ઠા, હંસ મંડળ, શ્રવણ, અશ્વિની તથા અભિજીત નક્ષત્ર વગેરેની સમજણ નિશાંત ગોર દ્વારા આપવામાં આવી હતી.
ટેલિસ્કોપ દ્વારા શનિના વલય, ચંદ્ર ઉપરના ક્રેટર્સ અને મારિયા, ગુરુ ગ્રહના ચાર ઉપગ્રહો જોઈને બાળકો રોમાંચિત થયા હતા.આપણે હંમેશા ચંદ્રની એક જ બાજુ શા માટે જોઈ શકીએ છીએ? ધ્રુવ તારો સ્થિર શા માટે રહે છે? ચંદ્ર ઉપરના સમાનવ યાત્રાઓ જેવા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર નિશાંત ગોર તેમજ હેત આહીર દ્વારા આપવામાં આવ્યા હતા.
અખિલેશ અંતાણી “નિત્ય પ્રવાસી” પ્રારંભિક સ્વાગત સાથે પોતાના આકાશ દર્શનના અનુભવો વર્ણવ્યા હતા. વિશાળ આકાશના દર્શન દ્વારા આપણે પ્રકૃતિની નજીક જઈએ છીએ તેમ ઉમેરી આવા કાર્યક્રમો અવારનવાર થાય તેવી મહેચ્છા દર્શાવી હતી. સીમા જનકલ્યાણ સમિતિના હિંમતસિંહ વાસણ અને શાંતિભાઈ ઠક્કર, લેવા પટેલ કન્યા વિદ્યાલયના ગૃહમાતા જયશ્રીબેન જોશી તથા આચાર્યા શ્રી લોપાબેન, રુદ્રાણી ડેમ કેમ્પ સાઈટ ખાતે અજયભાઈ ગઢવી તથા તિલક ભાઈ કેશવાણીનો સહયોગ મળ્યો હતો. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ ઓબ્ઝર ધ મૂન ઇવેન્ટ પ્રમાણ પત્ર નાસા દ્વારા સ્ટારગેઝિંગ ઇન્ડિયા ના સહયોગથી આપવામાં આવ્યું હતું