જૂનાગઢમાં ભવનાથ વિસ્તારમાં આવેલા લાલઢોરી ઉદ્યાન ખાતે ચંદનના અનેક વૃક્ષોનું નિકંદન કાઢી તસ્કરો ચંદનનું લાકડું ચોરી ગયા છે. 6 જેટલા વૃક્ષોનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. ઘટનાના પગલે વનવિભાગની અને પ્રકૃતિ પ્રેમીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે ઘટના બાદ ગણતરીના કલાકો પછી વનવિભાગે તપાસ શરૂ કરી દીધી હતી. તેની સાથે કૃષિ વિભાગના અધિકારીઓએ પણ પંચ રોજ કામ શરૂ કર્યું હતું.
કૃષિ યુનિવર્સિટી હસ્તક ની આ 12 હેકટર જેવી જગ્યા હાલ ધણી વગરની હોય તેવું લાગી રહ્યું છે. ત્યાં સ્ટાફ જરૂરિયાત કરતા ઘણો ઓછો મૂકવામાં આવ્યો છે. જ્યારે અન્ય જવાબદાર કર્મચારીઓને પણ વધારાના ચાર્જ આપી કામનું ભારણ વધારી દેવામાં આવે છે. સરકારના લાખો અને કરોડો રૂપિયાના આંધણ કરી વગર ઓડિટની ઘણી બધી ગ્રાન્ટો ચાઉ કરતા આ વિભાગ પાસે આ જગ્યા ની સુરક્ષા કરવા અહી સિક્યુરિટી તહેનાત કરવા તસ્દી લેવામાં આવી રહી નથી. એક તબક્કે કિંમતી લાકડાના તસ્કરો માટે આ વિસ્તાર મોકળું મેદાન જેવો છે. કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે વિભાગના અધિકારીઓ પંચ રોજકામ કરી રિપોર્ટ ડી.આર. કચેરીને રવાના કરી દેવામાં આવ્યો છે, ત્યારે વનવિભાગે આ મામલે એફ.ઓ.આર. નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
હાલ તસ્કરો અને વનવિભાગને ગાઉનું છેટું હોય તેવું વર્તાઈ રહ્યું છે. સ્થાનિક લોકો મારફત જાહેર કરવામાં આવ્યું હતું કે ભવનાથના જંગલ વિસ્તારમાં આવેલ કૃષિ યુનિવર્સિટી સંચાલિત લાલઢોરી ઉદ્યાન ખાતે અનેક ચંદનનાં વૃક્ષો નું નિકંદન કાઠી મોટા પાયે ચંદન ની ચોરી થઈ છે.
વનવિભાગને પણ આ વાતની જાણ થતા કલાકો બાદ ડુંગર દક્ષિણ રેંજના આર.એફ.ઓ. ભાલીયા સહિતની વનવિભાગની ટીમ બનાવના સ્થળે પહોંચી હતી વન વિભાગ નો વિસ્તાર ના હોવાના કારણે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલનમાં રહી ચંદનનું વૃક્ષ રક્ષિત વૃક્ષ હોવાના કારણે કાર્યવાહી આરંભી હતી સ્થળનું નિરીક્ષણ કરી કટીંગ થયેલ ઝાડ નું મેજરમેન્ટ કરી ગર્થવારી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો આ રિપોર્ટ મુજબ કપાયેલ લાકડાઓ લગભગ 70 સેન્ટીમીટર જેવી ગર્થવારી ધરાવતા હોવાનું વન વિભાગ ના તપાસનીશ અધિકારી સામે આવ્યું હતું કપાયેલા અનેક વૃક્ષોમાંથી અમુક વૃક્ષ 15 વર્ષથી વધુ વયના છે.