દિવાળી તહેવારમાં પેઢી ઔધોગિક એકમોમાં ચોપડા પૂજન થતું હોય છે. પરંતુ કોરોના બાદ આં પરંપરામા વધારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં જે ઓર્ડર આવતા હતા તેમાં દોઢ ગણો વધારો થયો છે.ખાસ કરીને રાજકોટ જામનગર મોરબી ગોંડલ સહિતના શહેરમાં ચોપડાની માગ વધી છે અને એડવાન્સ ઓર્ડર પણ મોટી સંખ્યામાં અપાઈ રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ કોરોના પહેલા માત્ર નાની પેઢી,ફેક્ટરીઓમાં ચોપડા પૂજન થતું હતું. હવે નાના શાકભાજી વેપારીથી લઇ કપડા મોબાઈલ કરીયાણા વેપારી સહીતના વેપારીઓ પણ ચોપડા પૂજન તરફ વળ્યા છે. કોમ્પ્યુટર અને ટેકનોલોજીના સમયમાં લોકો સુકન સાચવવા ચોપડા ખરીદી કરતા હતા હવે તેની સંખ્યા પણ વધી છે. ર્પોરેટ કંપનીમાં ચોપડા પૂજન પરંપરા જોવા મળતી નથી. જયારે જે સ્થાનિક પેઢી પણ અમુક સમય જતા મોટી કંપનીમાં બદલાઈ તેવી પેઢીઓ હજુ ચોપડા પૂજન કરે છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ચોપડા ખરીદી અને ઓર્ડર આપવા માટેના શુભ મુર્હુત
28 ઓક્ટોબર ગુરુવારે આસો વદ 7ના રોજ ગુરુપુસ્યામૃત યોગ છે જેનો પ્રાંરભ 9 :42 કલાકથી થાય છે.જેમાં સવારે 06:50થી 8 :15સુધી શુભ ચોઘડિયું અને ચલ ચોઘડિયું સવારે 11 : 05થી બપોરે 12 :30 સુધી છે.જયારે બપોરે 12:30 થી 03 :21 સુધી લાભ અમૃત ચોઘડિયું છે.સાંજના ચોઘડિયા 04:37થી 06:12 સુધી શુભ છે. રાત્રીના ચોઘડિયા સાંજે 06:12થી 09:21 સુધી અમૃત અને ચલ છે.