બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રા અને રાજ કુંદ્રાએ પ્લે બોય ફેમ એક્ટ્રેસ શાર્લિન ચોપડા ઉપર 50 હજારનો દાવો કર્યો છે. બોલીવૂડના આ પાવર કપલે શાર્લિન ચોપડા ઉુપર માનહાનીનો કેસ કર્યો છે. તો બીજી તરફ શાર્લિન ચોપડા આ આરોપોને સંપૂર્ણ રીતે પાયાવિહોણા અને મનઘડત હોવાની વાતો કરી રહી છે.
શાર્લિન ચોપડાએ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી ઉપર શારિરીક અને માનસિક રૂપે શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. કપલના વકીલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શાર્લિન ચોપડા દ્વારા શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા ઉપર જેટલા પણ આરોપ લગાવવામાં આવી રહ્યાં છે તે તમામ ખોટા અને આધારવિહોણા છે. તેનું કોઈ પ્રમાણ નથી.
શિલ્પા શેટ્ટી કુંદ્રાના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા ઉપર પોર્ન ફિલ્મ શુટ કરવા અને પછી એક એપ્લીકેશનની મદદથી તેને રિલીઝ કરવાના આરોપો લાગ્યાં છે. ગંદી બાત ફેમ એક્ટ્રેસ ગહના વશિષ્ઠ જ્યારે રાજ કુંદ્રાના સપોર્ટમાં હતી તો બીજી તરફ શાર્લિન ચોપડા અને પૂનમ પાંડે સતત આ કપલનો વિરોધમાં બોલતા રહ્યાં હતાં.
આ કેસમાં રાજ કુંદ્રા બે મહિના સુધી જેલમાં રહ્યાં છે. 21 સપ્ટેમ્બર 2021ના રોજ તેને જામીન ઉપર છોડી દેવામાં આવ્યાં હતાં. પરંતુ આ મામલો હજુ પણ કોર્ટમાં છે. રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી કુંદ્રાએ વર્ક ફ્રંટમાંથી બ્રેક લઈ લીધો હતો અને ઘણા સમય સુધી તે નજરે પડી ન હતી. પરંતુ હવે ફરી એક્ટ્રેસ ફોર્મમાં આવી ચુકી છે.