શેર માર્કેટમાં થઈ રહેલા પ્લસ અને માઈનસ વચ્ચે હજું ઘણા રોકાણકારો નાના પાયે રોકાણ કરવાનું વિચારે છે. કોઈ તેજીમંદી મોટી આવે તો સૌથી વધારે નુકસાન પેનીસ્ટોક્સના રોકાણકારોને થાય છે. એક જ વખતમાં તમામ રૂપિયાનું ધોવાણ થઈ જાય છે. ઘણી વખત એવું પણ થાય છે. આ સાથે પેની સ્ટોક ઓપરેટ કરનારા રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કરવા માટે શેર ખરીદી ભાવ વધારી દેવાય છે. છેલ્લા બે વર્ષથી શેર માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જો માર્કેટમાં ઘટાડો થયો તો પેની સ્ટોક્સને સૌથી વધારે નુકસાન થાય છે. પેની સ્ટોક્સ એક રીતે જોઈએ તો બર્નિગ ટ્રેનમાં યાત્રા કરવા બરોબર છે. એના કરતા સારૂ છે કે, ટ્રેનમાં કોઈ જોખમ ઊભું થાય એના કરતા સાવચેત થઈ જવાય. પેની સ્ટોક્સમાં રોકાણ કરતા પહેલા કંપનીનું ગુડ મેનેજમેન્ટ, બિઝનેસ અને આઉટલુકને ધ્યાને લેવું અનિવાર્ય છે. આ સાથે એ જોવું પણ જરૂરી છે કે, કંપની પાસે ઝીરો ડેટ અને લોનનું ભારણ કેટલું છે. માર્કેટમાં જ્યારે પ્લસ માઈનસ થાય છે. સૌથી વધારે નુકસાન પેનીસ્ટોક્સને થાય છે. એટલે જે શેરની જાણકારી ન હોય એમાં કોઈ રીતે પૈસા ન રોકવા જોઈએ. પેનીસ્ટોક્સમાં 5 ટકાથી વધારે રોકાણ ન કરવું. હંમેશા કોઈ પમ સ્ટોકમાં પોઝિશન લેતા પહેલા એના લોસ અંગે ધ્યાન રાખો. ત્યાર બાદ રોકાણ કરો. પેની સ્ટોક્સની કિંમત ઓછી હોય છે. પણ કેટલાક લોકો શેર ખરીદીની આ સ્ટોકની કિંમત વધારી દે છે. જે પાછળનું એક કારણ એ છે કે, પેનીસ્ટોક્સમાં ઝડપથી શેરમાં તેજી જોવા મળે છે. રોકાણકારો આમા થોડું રોકાણ કરીને મોટો ફાયદો કમાય છે. પણ જોખમ પણ મોટું રહે છે. જેમાં ક્યારેક નુકસાન વેઠવાનો વારો આવે છે.
જેના કારણે અનેક એવા નાના મોટા રોકાણકારો આકર્ષિત થયા છે. એવામાં માત્ર લાંબાગાળાના રોકાણકારો નહીં પણ ટ્રેડિંગ કરનારાને પણ મોટો ફાયદો મળી શકે એમ છે. પણ કેટલાક એવા પણ લોકો છે જે આ માર્કેટમાં નવા છે. એવા લોકો પાસે બચતના વધારે પડતા નાણા નથી હોતા. આવા લોકો ઓછી કિંમતના શેરમાં પૈસા લગાવે છે. જેમાં રોકાણ કરીને પૈસા પણ વધારે ભરવા પડતા નથી અને ફાયદો પણ વધારે મળે છે. પણ આવા શેરમાં લાભ કરતા રિસ્ક વધારે હોય છે. આ ઓછી કિંમતવાળા શેર જેની માર્કેટ કેપિટલ ઓછી હોય છે. તેને પેની સ્ટોક અથવા ભંગાર શેર કહે છે. સામાન્ય ભાષામાં સમજીએ તો મોટાભાગે જે કંપનીઓના શેર રૂ.10થી અથવા એનાથી ઓછી કિંમતના હોય છે. એને પેની સ્ટોક કહે છે. આવા પેની સ્ટોક સસ્તા હોય છે પણ જોખમ મોટું હોય છે. એસ્કોર્ટ સિક્યુરિટીના રીસર્ચ હેડ આસિફ ઈકબાલ એવું માને છે કે, માર્કેટ પોતાની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. આ અત્યાર સુધીની સૌથી મોટી તેજી છે. એવામાં રોકાણકારોએ સમજી વિચારીને રોકાણ કરવાની જરૂર છે. સાવધાન રહેવું જોઈએ. બેસ્ટ ક્વોલિટીના શેરમાં રોકાણ કરવું જોઈએ.