દેશ વિદેશના પ્રવાસીઓ માટેના આકર્ષણ સમાં ગીર રાષ્ટ્રીય અભિયારણમાં સિહ દર્શનના લ્હાવો અદ્ભુત છે. એશિયાટિક સિહના એકમાત્ર રહેઠાણમાં પ્રવાસી 360 ડીગ્રી વ્યુ માણી શકશે.ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે લાયન સફારીમાં જતા તમામ જીપ્સી માલિકોને આદેશ આપ્યા છે. કે તેઓ તેમની જીપ્સી આગળ રાખેલ ડ્રાઈવર કેબીન કાપી નાખે જેથી જીપ્સી ચારે બાજુથી ખુલ્લી થઈ જાય અને પ્રવાસીને જો સિંહ આગળ પણ બેઠો હોય તો સારી રીતે દેખાઈ શકે અને યોગ્ય રીતે ફોટો પણ લઈ શકાય.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આ નિર્ણયથી વાઈલ્ડલાઈફ લવર્સ ખુશ થઇ ગયા છે.ગીર લાયન સફારીની તુલના હવે આંતરરાષ્ટ્રીય ક્ક્ષાના ટુરીઝમ સાથે કરી શકાશે.ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટે 180 જેટલી જીપ્સીમાંથી આ ડ્રાઈવર કેબીન હટાવી દેવા સુચના આપવામાં આવી છે.અનેક જીપ્સી માલિકોએ કેબીન હટાવી દીધી છે.
આ અંગે વન્યપ્રાણી પ્રેમીઓ એ જણાવ્યું હતું કે આ નિર્ણયથી ગીર સેન્ચ્યુરીએ ગ્લોબલ ટુરીઝમ ક્ષેત્રમાં વધુ એક ડગ માંડ્યો છે.ટાઈગર રીઝર્વ પાર્કમાં થતી સફારીમાં જીપ્સી બધી બાજુઓથી ઓપન હોય છે હવે ડ્રાઈવર પાછળ બેઠેલા ટુરિસ્ટ પણ આગળના પક્ષી,પ્રાણી કે સિંહ જોવામાં બાધા નહી પડે પાછળ બેઠેલા પ્રવાસીઓની મુવમેન્ટ ઓછી થતા વન્યજીવ ડીસ્ટર્બ નહી થાય.