ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસ એકાએક ઘટી ગયા છે. બીજી વેવની અસર ઓસરી રહી છે. બીજી તરફ તંત્ર તરફથી જોરશોરથી વેક્સીનેશન અભિયાન શરૂ કરાયું છે. જુદા જુદા વિસ્તારમાં કેન્દ્ર ઊભા કરીને વેક્સીન આપવામાં આવી રહી છે. આ ઉપરાંત વૃદ્ધોને એમના રજીસ્ટ્રેશન અનુસાર ઘરે જઈને પણ વેક્સીન આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારે હવે તમામ હોસ્પિટલને ખાસ સુચના આપી દીધી છે કે, દર્દીને સારવાર આપતા પહેલા વેક્સીન અંગેની માહિતીની તપાસ કરે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
બીજી તરફ દર્દીએ પણ કોઈ પણ સારવાર લેતા પહેલા વેક્સીન લીધા અંગેની જાણકારી આપવાની રહેશે. આ વિષય પર રાજ્યના આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ તમામ જિલ્લાઓના ક્લેક્ટર અને DDOને એક ખાસ પત્ર લખીને સૂચના આપી છે. જેમાં જણાવ્યું છે કે, તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના કેસ પર વેક્સીનના ડોઝ અંગેની વિગત દેવાની રહેશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પોલીસી લાગુ પડશે. તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલને રાજ્યના આરોગ્ય વિભાગે સૂચના આપી દીધી છે. દરેક દર્દીના કેસ પેપર પર તેણે ડોઝ લીધા છે કે નહીં એ અંગેની મોટી ચોખવટ રહેશે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર તા.16 ઑક્ટોબર સુધીમાં ગુજરાત રાજ્યમાં 4.38 કરોડ લોકોએ વેક્સીનનો પહેલો ડોઝ લઈ લીધો છે. જ્યારે 2.24 કરોડ લોકોને બીજો ડોઝ પણ મળી ચૂક્યો છે. સોમવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં 361852 લોકોએ વેક્સીન લીધી હતી. ગુજરાત રાજ્યના તમામ મહાનગરમાંથી વેક્સીનેશન ઝુંબેશને વેગ મળ્યો છે.