Monday, October 7, 2024
HomeBussinessકોરોનાની અસર,કોર્પોરેટ કંપનીની માંગ ઘટી તો ડ્રાઈફ્રુટના ભાવમાં ઘટાડો

કોરોનાની અસર,કોર્પોરેટ કંપનીની માંગ ઘટી તો ડ્રાઈફ્રુટના ભાવમાં ઘટાડો

દિવાળીના તહેવાર સાથે ડ્રાઈફ્રુટની ખરીદી સામાન્ય દિવસો કરતા વધુ રહેતી હોય છે. તેના બદલે આ વખતની પરિસ્થિતિ વિપરીત જોવા મળી છે. ડ્રાઈફ્રુટના ભાવમાં રૂ 20થી રૂ 200 સુધીનો ઘટાડો આવ્યો છે. આમ છતાં બજારમાં ધરાકીનો અભાવ જોવા મળી રહ્યો છે. તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

કોરોના અસર કોર્પોરેટ સેક્ટરમાં જોવા મળી છે અનેક કંપનીઓએ તેમના કર્મચારીઓને છુટા કરી દીધા છે તો અનેક કંપનીઓ જ હાલ બંધ હાલતમાં છે જેના કારણે આ ડિમાન્ડ માં 40 ટકા સુધી ઘટાડો આવ્યો છે. સામાન્ય રીતે કોર્પોરેટ કંપની તેમના એમ્પ્લોયને આપતી દિવાળી ભેટના ઓર્ડર નવરાત્રીથી ઓર્ડર આપવામાં આવતા હોય છે. જોકે આ વર્ષે ૧૫ દિવસ જેટલો સમય થવા છતાં કોર્પોરેટ કંપનીના ઓર્ડર ન આવતા બજારમાં સ્ટોક વધ્યો છે જેની અસર ભાવમાં પડી છે. જો દિવાળી સુધી ડીમાંડ નહી આવે તો ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે.સૌરાષ્ટ્રમાં અમેરિકા,અફઘાનિસ્તાન,આફ્રિકા બેંગ્લોરથી કાજુ આવે છે જેમાં ભાવમાં વધારો ઘટાડો નથી થયો.
આ ઉપરાંત કન્ટેનર મળવા લાગતા ઈમ્પોર્ટ સરળતાથી શકે છે.માલની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે.સામે જાવક ઓછી છે જેથી બજારમાં ડ્રાઈફ્રુટના ભાવ ઘટ્યા છે.

બજારમાં ડ્રાઈફ્રુટના આજના અને એક મહિના પહેલાના ભાવ

બદામ 1000 750 -800
કાજુ 850 -1000 850-1000
અંજીર 1400 1500 1000-1200
કીસમિસ 340-390 350-400

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,388FollowersFollow
2,310SubscribersSubscribe

TRENDING NOW