ધ હિન્દુ એન્ડ ચેરિટેબલ એમ્પાવરમેન્ટે પોતાની કૉલેજમાં જુદી જુદી પોસ્ટ માટે ભરતીનું એલાન કર્યું હતું. પણ શરત એ હતી કે માત્ર હિન્દુ જ ભાગ લઈ શકશે. આ જાહેરાતે સમગ્ર તામિલનાડુંમાં બબાલ મચાવી છે. આ એક શરતને કારણે સંગઠન અને કેટલાક વ્યક્તિઓ સામસામા આવી ગયા હતા. આ જાહેરાત તા.13 ઑક્ટોબરના રોજ કોલાથુરના અરૂલમિગુ કપાલેશ્વર આર્ટ એન્ડ સાયન્સ કૉલેજ માટે ટિચિંગ અને નોન ટિચિંગ પદ માટે પ્રકાશિત કરાઈ હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, માત્ર હિન્દુઓ માટે જ આ પોસ્ટ છે. ધ હિન્દુ એન્ડ ચેરિટેબલ એમ્પાવરમેન્ટે HR&CE વિભાગ વર્ષ 2021-22 સુધી કોલાથુરમાં કપાલેશ્વર કૉલેજ સહિત 4 નવી આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ શરૂ કરી રહ્યો છે. આ માટેની જાહેરાતમાં B.com, BBA, BSC Computer Science, BSA, તામિલ, અંગ્રેજી, ગણિત શીખનારાઓ માટે આસિ. પ્રોફેસરના પદની સાથોસાથ, ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન અને લાયબ્રેરિયનના પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે વૉક ઈન ઈન્ટરવ્યૂ પણ ચાલીલ રહ્યા છે. ઓફિસ આસિ., જુનિયર આસિ., ચોકીદાર અને સ્વીપર સહિતના નોન ટિચિંગ સ્ટાફના પદ માટે પણ ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યા હતા. જાહેરાતમાં ઉલ્લેખ કરાયો હતો કે, આ પદ માટે માત્ર હિન્દુઓ જ આવેદન કરી શકશે. જેના કારણે મોટી બબાલ થઈ ગઈ હતી. એસો. ઓફ યુનિવર્સિટી ટીચર્સના પૂર્વ અધ્યક્ષ કે. પાંડિયને કહ્યું કે, આ વિભાગ અંતર્ગત 36 સ્કૂલ, 5 આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ અને એક પોલીટેકનિક કૉલેજ છે. પહેલી વખત આ પ્રકારની જાહેરાત જોવા મળી છે. જેમાં આ પદ માત્ર હિન્દુઓ માટે રીઝર્વ છે.
સરકાર તરફથી ચાલી રહેલા વિભાગ ધર્મના આધાર પર ભેદાભાવ ન કરી શકે. કોઈ અન્ય ધર્મના ઉમેદવારોને ગેરલાયક ન ગણાવી શકાય. પાંડિયને મદુરાઈમાં આવેલા મુસ્લિમ સર્વિસ સોસાયટી વકફ બોર્ડનું ઉદાહરણ આપ્યું છે. જેમાં મુસ્લિમ ન હોય એવા પણ સભ્યો છે. જે વિદ્યાદાન કરે છે. બંધારણમાં જે લખ્યું છે એના આધારે પર સરકાર કૉલેજ ચલાવી રહી છે. જ્યારે રાજ્ય સરકારમાં માનવ સંસાધન તેમજ CEમંત્રી પી.કે. શેખરબાબુને આ મામલે જ્યારે પ્રશ્નો કરાયા ત્યારે તેઓ આ મુદ્દાથી અંતર રાખી રહ્યા હતા.