અગાઉ આપણે જોયુ કે બંધારણ શું હોય અને કોઈ દેશ માટે તેનું શું મહત્વ હોય.
એક સામાન્ય ખ્યાલ એવો રહ્યો છે. કે દેશની શાસન વ્યવસ્થાના માળખા માટેનો પાયો એ બંધારણ દ્વારા પૂરો પાડવામા
આવે. પણ વાત જ્યારે ભારતના બંધારણની આવે, ત્યારે તે દેશની શાસન વ્યવસ્થા માટે માળખુ પૂરું પાડવા ઉપરાંત તેનાથી ઘણું
આગળ વધે છે.
દેશની શાસન વ્યવસ્થાનું માળખુ એટલે દેશ ચલાવવા માટે અલગ-અલગ સરકારોની વ્યવસ્થા; તે સરકારોના ધારાકીય,
કારોબારી તેમજ ન્યાયિક અંગ. આ અંગોએ પોતાની કામગીરી કઈ રીતે કરવી તે અંગેની સૈધ્ધાંતિક પૃષ્ઠભૂમી સામાન્ય રીતે
બંધારણ પૂરી પાડતા હોય છે. ભારતનું બંધારણ આવી જોગવાઈઓ તો ધરાવે જ છે, પણ તે ઉપરાત તે ભારતીય શાસન વ્યવસ્થા
તથા ભારતીય સમાજ માટેના આદશો પણ પ્રસ્થાપિત કરે છે.
ભારતના બંધારણની શરૂઆતમા જ મૂકાયેલુ છે તેન આમુખ. આમુખ એ બંધારણના ઘડવૈયાઓએ દેશ માટે જોયેલ સ્વપ્નોની ઝાંખી છે. તેમાનું સમસ્ત બંધારણની ફીલસુફી નજરે ચડે છે. આપણું બંધારણ આ ફીલસુફી થીઆગળ આપણા મૂળભૂત અધિકારોને વ્યાખ્યાયિત કરે છે. અને માત્ર વ્યાખ્યયિત કરે છે એટલુ જ નહીં, તેઅધિકારોને અમલમા લાવવા માટેની વ્યવસ્થા
પણ પૂરી પાડે છે.
હક અને ફરજ એ એક જ સીક્કાની બે બાજ ઓ છે એ આપણે જાણીએ છીએ. તેથી જ, બંધારણ જો આપણા હકોને
વ્યાખ્યાયિત કરે છે તો સાથે તે આપણી ફરજો પણ નિર્દિષ્ટ કરે છે. જોવાની વાત તો એ છે કે નાગરીકોની ફરજો નક્કી કરવા
ઉપરાંત દેશ ચલાવનારી સરકારોની ફરજો શું હશે તે પણ બંધારણ દ્વારા નક્કી કરાયેલ છે, જે જૂજ દેશોના બંધારણોમા જોવા
મળે છે.
ભારતનું બંધારણ તેના પહેલા ભાગમા જ આપણા દેશના વિસ્તારને વ્યાખ્યાયિત કરીને આપણને એક અખંડ સંઘ તરીકે
ઘોષીત કરે છે. તેનાથી આગળ વધીને તે આપણને આ દેશના નાગરિક હોવાની ઓળખ આપીને ભારત સાથેનો આપણો એક
સંબંધ ઊભો કરે છે જે સંબંધ જ આપણને વ્યવસ્થા તરફથી સવલતો મેળવવા સારૂ લાયક બનાવે છે અને રાષ્ટ પ્રત્યે વફાદાર રહેવા માટેનું કારણ બને છે.
(વિશેષેતાઓની વધુ વાતો આવતા અંકમાં …)