એયુ બેંકની નવી બ્રાન્ચનું ઉદ્યોગકાર- સામાજીક આગેવાન યોગેશ પરીખે કર્યુ ઉદ્ઘાટન, જાણો આ બેંક તમને કઇ રીતે ફાયદો કરાવશે
એયુ બેંકની 12મી બ્રાન્ચ અમદાવાદના પ્રહલાદનગરમાં ખુલ્લી મુકાઈ છે. જેનું ઉદ્ધાટન ઉદ્યોગકાર- સામાજીક આગેવાન યોગેશ પરીખે કર્યુ હતું. મહત્વનું છે કે બેંકીંગ સેક્ટરમાં ઝડપથી વિકસી રહેલી બેંકમાં એયુ બેંકનો સમાવેશ થાય છે. ગુજરાત ડાયસ્ટફ મેન્યુ. એસો.ના પૂર્વ પ્રમુખ અને સમસ્ક વૈષ્ણવ વણીક પરિવારના પ્રમુખ યોગેશ પરીખે બેંકની બ્રાન્ચનું ઉદ્ધાટન કરતા કહ્યું હતું કે લધુ ઉદ્યોગકારો અને સિનિયર સિટીઝન્સને આ બેંકથી ખૂબ ફાયદાઓ થશે. ત્યારે અમદાવાદમાં એક જ સાથે 2 દિવસમાં 4 નવી બ્રાન્ચનું ઉદ્ધાટન કરાયું હતું.
બેંકના અધિકારીઓએ કહ્યું હતું કે ગુજરાતમાં લોન અને કોમર્શીયલ સહિત એયુ બેંકની બ્રાન્ચની સંખ્યા 50 પ્લસ થઈ છે.. આ બેંક એફડી પર અને સિનિયર સિટીઝનને વધુ વ્યાજ આપે છે. સાથે જ એસએમઇને પણ આકર્ષક વ્યાજ દરથી ધિરાણ આપી રહી છે.