દક્ષિણ ગુજરાતના મહાનગર સુરતના સરદાર બ્રિજ પરથી એક મહિલાએ તાપી નદી કુદીને આત્મહત્યા કરી હતી. જ્યારે રાહદારીઓએ તે તાપી નદીમાં ઝંપલાવી હતી ત્યારે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પણ કોઈનું તે ન માનતા નદીમાં છલાંગ મારી હતી. એ જ સમયે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સરદાર બ્રિજ પરથી જતા હતા. તેમણે બ્રિજ પર ટોળું જોતાં જ તેમનો કાફલો રોકાવી દીધો હતો.
કારમાંથી ઉતરીને જોયું તો એક મહિલાએ સરદારબ્રિજ કુદી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ ધ્યાને આવતા જ સાથે જ ફાયર વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોને તાત્કાલિક અસરથી તે મહિલા માટે મદદ કરવા તાકીદ કરી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને મહિલાને રેસ્ક્યુ કરીને બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. સુરત ફાયર વિભાગને કોલ મળતાની સાથે ટીમ બ્રિજ પાસે પહોંચી તપાસ શરૂ કરી દીધી હતી. સ્થાનિક લોકો પણ તેમાં જોડાયા હતા. તાપી નદીમાં જે ભાગ ઉપર મહિલા પડી હતી ત્યાં પાણી ખૂબ ઓછું હોવાને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો.