Thursday, December 12, 2024
HomeGujaratછત્તીસગઢમાં ગ્રેનેડ બ્લાસ્ટ,ચાર જવાનોને ગંભીર ઈજા

છત્તીસગઢમાં ગ્રેનેડ બ્લાસ્ટ,ચાર જવાનોને ગંભીર ઈજા

Advertisement

દશેરા બાદ દેશમાં જવાનો પર માઠી ચાલી રહી હોય એવું ચિત્ર સામે આવ્યું છે. ઉત્તર ભારતના રાજ્ય છત્તીસગઢના રાયપુર રેલવે સ્ટેશન પર CRPF સ્પેશિયલ ટ્રેનમાં વિસ્ફોટ થયો છે. ફરી એકવાર દેશની સુરક્ષા કરતા જવાનોને ટાર્ગેટ કરાયા છે.

આ ઘટનામાં ચાર જવાન ઇજાગ્રસ્ત થયા છે. રાયપુર પોલીસે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન પર સીઆરપીએફ સ્પેશિયલ ટ્રેનના ફ્લોર પર ઇગ્નીટર સેટ (વન વે ગ્રેનેડ) ધરાવતું બોક્સ પડતા વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં ચાર સીઆરપીએફ જવાનો ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત ડિટોનેટર બોક્સમાં વિસ્ફોટને કારણે થયો હતો.

એએનઆઈના એક રિપોર્ટ અનુસાર આ ઘટના સવારે 6.30 વાગ્યે બની છે. જ્યારે ઝારસુગુડાથી જમ્મુ તાવી ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી હતી. એક CRPF જવાન (એક હેડ કોન્સ્ટેબલ) ને રાયપુરની નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,116FollowersFollow
2,480SubscribersSubscribe

TRENDING NOW