છેલ્લા ઘણા સમયથી વિવિધ સ્થળો ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એક યા બીજી રીતે વિવાદમાં આવી રહ્યાં છે. ત્યારે કથા સમયે જ સુરતના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનદીપનું જ્ઞાન ક્ષીણ થઈ ગયું હતું. કથા દરમાયનના એક પ્રસંગમાં તેણે માતાજી વિશે વિવાદીત નિવેદનો કરીને ઈતિહાસને ખોટી રીતે રજૂ કરતા ભાવિકોમાં રોષ ફેલાયો હતો. તો માંઈ ભક્તોએ સ્વામીને મેથીપાક ચખાડ્યો હતો.
એક કથા સમય જ્ઞાનદીપ સ્વામીએમજૂનાગઢના રાજા રા’માડલીકનો ઈતિહાસનું વર્ણન કરી રહ્યાં હતાં. જેમાં તેમણે માતાજી વિશે ખોટું વર્ણન કરતાં કહ્યું હતું કે તે સમયે રાજા સમક્ષ રજૂઆત થઈ હતી કે નહેડામાં કોઈ અપ્સરા સ્ત્રી છે, આમ લગભગ 3 મિનિટ સુધી તે કથાનું વર્ણન કરી છેલ્લે કહ્યું કે નહેડાની અપ્સરા સ્ત્રી બીજું કોઈ નહીં નાગબાઈ હતા. જે તે વખતે માતાજી માનવામાં આવતા હતા. આમ માતાજીનું નામ આવી ખોટી રીતે લેવામાં આવતા સ્વામીના વર્ણન ઉપર મોટા આરોપ થઈ રહ્યા છે.માતાજીના ઈતિહાસને ખોટી રીતે રજૂ કરતા રોષ વ્યાપ્યો છે.
ધાર્મિક લાગણી દુભાતા લોકોને સ્વામી સુરતનો હોવાની જાણ થતાં મંદિરમાં ભક્તોના ટોળેટોળાં ઉમટ્યા હતા. સ્વામી સામે ઉગ્ર વિરોધ કર્યો હતો અને મંદિરમાં જઈને વિવાદિત સ્વામીને પકડી લઈ મેથીપાક ચખાડ્યો હતો. સ્વામી પોતાનાની ભૂલ સ્વીકારીને તુરંત માફી માંગતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.