તા.17 ઑક્ટોબરથી Icc T20 વર્લ્ડકપ ટુર્નામેન્ટની શરૂઆત થઈ રહી છે. એવામાં તમામ ટીમ પોતાના પ્લેઈંગ ઈલેવન પર ફોક્સ કરી રહી છે. ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે તા.17 ઑક્ટોબરના રોજ રમાશે. એવામાં ઓસ્ટ્રેલિયાના સિનિયર ક્રિકેટર અને ફાસ્ટ બોલર બ્રેટ લીએ ભારતીય ટીમને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. બ્રેટ લીએ કહ્યું કે, ભારતીય ટીમે પોતાના બેટ્સમેન કે.એલ.રાહુલ પર ધ્યાન આપવું જોઈએ. રાહુલ પોતાની લયમાં બેટિંગ કરી રહ્યો છે. એનું આવું જ પર્ફોમન્સ રહ્યું તો વિરાટ પરથી ભારણ થોડું ઓછું થશે.

પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે રહેલા રાહુલે આ વર્ષની IPL ટુર્નામેન્ટમાં કુલ 13મેચમાં 626 રન કર્યા છે. લીએ ઉમેર્યું કે, મે અગાઉ પણ કહ્યું હતું કે રાહુલ ટુર્નામેન્ટમાં સારા રન કરી શકે એમ છે. તે IPLમાં સારૂ એવું પર્ફોમ કરીને આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમમાં બેટિંગ લાઈનમાં તે એક પિલ્લર સમાન છે. સમગ્ર ટીમ એની આસપાસ વ્યૂહરચના ગોઠવી શકે છે. આમ કરવાથી કોહલી પર ભારણ ઘટશે. રન બનાવવાનું પ્રેશર પણ ઓછું થઈ જશે. રાહુલ જો પોતાની ધુનમાં બેટિંગ કરે છે તો તે પોતાની નેચરલ ગેમ સારી રમી શકે એમ છે. કોહલી અને રાહુલમાંથી ક્યો બેટ્સમેન સારી ઓપનિંગ કરે છે એ જોવાનું છે.કોહલીએ પહેલા એવું કહ્યું હતું કે, તે T20 વર્લ્ડ કપ માટે રહિત શર્માથી ઓપનિંગ કરાવવા માગે છે. જો રાહુલ પર ફોક્સ કરવામાં આવે તો તેણે પંજાબ કિંગ્સમાંથી ઓપનિંગ કરીને રનનો વરસાદ કર્યો છે. આ ઉપરાંત બ્રેટ લીએ ભારતીય ટીમની બેટિંગના ખૂબ વખાણ કર્યા છે. આગામી વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં રાહુલ આધારસ્તંભ બની શકે છે .જે રીતે રાહુલે IPLટુર્નામેન્ટમાં સારા રન કર્યા છે. એ રીતે એ વર્લ્ડકપમાં પણ વધારે રન કરી બતાવશે.
જ્યારે કોહલી વિશે કહેવામાં આવે તો એની નેચરલ ગેમ રમે એવી પૂરી શક્યતા છે. એક કેપ્ટન તરીકે પણ કોહલીની છેલ્લી ટુર્નામેન્ટ હોઈ શકે છે. ભારતીય ટીમ ચોક્કસપણ બેસ્ટ પર્ફોમ કરશે. જોકે, આ ટીમ ધોનીના નેતૃત્વ હેઠળ તૈયાર થઈ રહી છે. ધોની આ ટીમને મેન્ટર કરશે. બીજી બાજું આઇપીએલના ઈતિહાસમાં સૌથી સફળ ટીમોમાં સ્થાન ધરાવતું ચેન્નાઈ સુપર કિંગ્સ નવમી ફાઈનલ રમવાની તૈયારી કરી રહ્યું છે. જોવાનું એ રહે છે કે, આ ટુર્નામેન્ટ બાદ વર્લ્ડકપની તૈયારી માટે દરેક ખેલાડીનો કેવો તરવરાટ છે.