વર્ષોથી દશેરાના દિવસે ભારતમાં શસ્ત્ર પુજનની પરંપરા રહી છે અને આ અવસરે પીએમ મોદીએ આજે દેશને 7 નવી રક્ષા કંપનીઓને સમર્પિત કરી છે. પીએમ મોદીએ કહ્યું છે કે, આ સાત નવી રક્ષા કંપનીઓ એ દિશામાં પહેલું પગથીયું છે કે જેનાથી દેશમાં 41 આર્મી ફેક્ટરીઓને નવા સ્વરૂપ આપવામાં આવશે. તેણે કહ્યું છે કે, આ કામ વર્ષો પહેલા થઈ જવું જોઈતું હતું પરંતુ હવે મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં ભારત એક મોટી સૈન્ય તાકાત ધરાવતો દેશ બનશે.
પીએમ મોદીએ આ અવસરે જણાવ્યું છે કે, આર્મી ફેક્ટરીઓને આઝાદી બાદ જ અપગ્રેડ કરવાની જરૂરત હતી પરંતુ તેવું થઈ શક્યું નહીં. હવે આ કામ દેશની સૈન્ય તાકાતનો આધાર બનશે. તેમની સરકારે સાત વર્ષમાં સૈન્ય ક્ષેત્રને મજબુત કર્યું અને આગળ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણયો કર્યાં છે. તેણે કહ્યું કે, આઝાદી બાદ આ પહેલી તક છે જ્યારે રક્ષા ક્ષેત્રમાં મોટા સ્તર ઉપર પરિવર્તન કરવામાં આવી રહ્યું છે.
વિજયાદશમીના દિવસે પ્રધાનમંત્રી મોદીએ જે સાત રક્ષા કંપનીઓને દેશને સમર્પિત કરી છે તેમાં મ્યુનિશન્સ ઈન્ડિયા લિમિટેડ (MIL), આર્મર્ડ વ્હીકલ્સ નિગમ લિમિટેડ (AVNI), એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઈક્વિપમેન્ટ ઈન્ડિયા લિમિટેડ (AWE India), ટુપ કમ્ફર્ટસ લિમિટેડ (TCL), યંત્ર ઈન્ડિયા લિમિટેડ (YIL), ઈન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ (IOL) અને ગ્લાઈડર્સ ઈન્ડિયા લિમિટેડ (GIL)નો સમાવેશ થયો છે.