Saturday, January 25, 2025
HomeSportsઆજે IPLની ફાઇનલ, કોલકાતા અને ચેન્નઈમાંથી કોનું પલડું ભારી

આજે IPLની ફાઇનલ, કોલકાતા અને ચેન્નઈમાંથી કોનું પલડું ભારી

શુક્રવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે IPL ટ્રોફી માટે ફાઈનલ મુકાબલો થશે. દશેરા પર બધા ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ફરી ફટકાબાજી જોવા મળશે. આ ફાઈનલ મેચમાં ટ્રોફીના હકદાર મહેન્દ્ર સિંહ ધોનીની જાદુઈ કેપ્ટનશિપ કમાલ બતાવે છે કે, સ્પિનરના દમ પર ફાઈનલમાં પહોંચેલી કોલકાતા તે જોવું રસપ્રદ બની રહેશે.

ચેન્નઈ સુપર કિંગ્સ 12 સીઝનમાંથી 9 સીઝનમાં ફાઈનલમાં પહોંચી છે, જ્યારે બે સીઝનમાં તે લીગમાંથી બહાર હતી. બીજી તરફ કેકેઆરએ બંને વખત ગૌતમ ગંભીરની કેપ્ટનશિપમાં આઈપીએલની ટ્રોફી જીતી હતી. ચેન્નઈએ ત્રણ વખત ટ્રોફી જીતી છે અને પાંચ વખત તેની ફાઈનલમાં હાર થઈ છે. જ્યારે કેકેઆર બંને વખત ગૌતમ ગંભીરની કેપ્ટનશિપમાં જીતી છે. ફાઈનલ સુધી પહોંચવાની કળા ચેન્નઈ કરતા વધુ સારી રીતે કોઈ ટીમ નથી જાણતી.

ચેન્નઈ માટે ચોથો એવોર્ડ જીતવાની શક્યતા એ વાત પર નિર્ભર કરે છે કે, તે કેકેઆરની સ્પિન ટીમ વરુણ ચક્રવર્તી, શાકિબ અલ હસન અને સુનીલ નારાયણનો સામનો કઈ રીતે કરે છે. ત્રણેયે ટૂર્નામેન્ટમાં સાત કરતા ઓછી સરેરાશથી પ્રતિ ઓવર રન આપ્યા છે. આંદ્રે રસેલ હેમસ્ટ્રિંગ ઈજાને કારણે બહાર થયા પછીથી શાકિબનું શક્તિશાળી પ્રદર્શન કેકેઆરને સંતુલન આપતું આવ્યું છે. જોકે, ફાઈનલ મેચનું દબાણ કંઈક અલગ જ હોય છે.

ધોનીનો સરળ મંત્ર છે કે અનુભવ પર વિશ્વાસ રાખો. તેણે ઋતુરાજ ગાયકવાડનું માર્ગદર્શન કર્યું, જ્યારે 2020માં ક્વાલિફિકેશનનું દબાણ તેના પર ન હતું. ઋતુરાજ આ સીઝનમાં ત્રણ ફિફ્ટી સાથે 600થી વધુ રન બનાવી ચૂક્યો છે. જો ઋતુરાજ આગામી સીઝનમાં ચેન્નઈનો કેપ્ટન બને તો તેમાં કોઈ આશ્ચર્ય નહીં થાય કેમકે ધોની આગામી વર્ષે કે તે પછી આઈપીએલને ગુડબાય કહેવાની જાહેરાત કરી ચૂક્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW