મોરબીમાં વધી રહેલી હત્યાની ઘટના ચિંતાનું કારણ બની છે.ગયા મહીને હજુ જિલ્લામાં અલગ અલગ સ્થળે કુલ 6 જેટલી હત્યા બની હતી. ચાલુ મહિના એક પણ હત્યા ન થતા પોલીસે રાહતનો શ્વાસ લીધો પણ ન હતો ત્યાં ફરી એકવાર હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી થઇ ગઈ હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલ સ્મશાન સામેના વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ઇમરાન ઉમરશા શાહમદાર નામના 25 વર્ષનો યુવાન ગુરુવારે રાત્રે તેના ઘરે હતો તે દરમિયાન તેનો પિતરાઈ ભાઈ સરફરાજ ફિરોજભાઈ શાહમદાર તેના ઘરે આવ્યો હતો અને ઇમરાનની પત્ની સહિદા તેને ગમતી હોય તેની સાથે તેને લગ્ન કરવા છે જેથી તું એની સાથે સંબધ તોડી નાખ તેવું જણાવ્યું હતું જોકે ઈમરાને પત્ની સાથે સબંધ તોડવાની ઘસીને ના પાડી દેતા આરોપી સરફરાજ ઉશ્કેરાઈ ગયો હતો અને છરીના આડેધડ ઘા ઝીકી ફરાર થઈ ગયો હતો ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.ફરજ પરના તબીબે મૃતજાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો.બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ એલસીબી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અંગે એ ડીવીઝન પોલીસે હત્યાનો ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.