સિક્યુરિટી એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ નાયકાના 4 હજાર કરોડ રૂપિયાના આઈપીઓેને મંજૂરી આપી દીધી છે. ઓનલાઈન બ્યુટી રિટેલ સ્ટાર્ટઅપ નાયકાનું વેલ્યુએશન આ આઈપીઓ માટે 40 હજાર કરોડ રૂપિયાનું હોઈ શકે છે. નાયકા પોતાના આ આઈપીઓના માધ્યમથી 525 કરોડરૂપિયા એકઠા કરશે. તે સિવાય આ આઈપીઓમમાં 4.31 કરોડ શેરો ઓફર ફોર સેલ પણ હશે.

આ આપીઓમાંથી મળનારા 4 હજાર કરોડ રૂપિયામાંથી મોટાભાગના પૈસા પોતાની ભાગીદારી વેચનારા વર્તમાન શેરધારકોને ચુકવવામાં કરવામાં આવશે. આ આઈપીઓમમાં સંજય નાયર, ટીપીજી, લાઈટહાઈસ અને સુનિલ મુંજાલ જેવા શેરધારકો પોતાનો હિસ્સો વેચશે.
નાયકાએ ખાસ સ્ટાર્ટઅપ છે જે આઈપીઓ માર્કેટમાં આવવાનું છે. તે પણ અત્યારસુધીમાં આઈપીઓ લાવનારી આવી પહેલી યુનિકોર્ન છે જે નફામાં ચાલી રહી છે. તે સિવાય દેશની એક માત્ર નવી પેઢીની કંપની છે. જેનું વેલ્યુએશન અરબ ડોલરમાં હોવા છતા પણ તેમાં પ્રમોટર ગ્રુપની ભાગીદારી અડધાથી વધારે છે. નાયકાની સ્થાપના 2012માં પૂર્વ ઈન્વેસ્ટમેન્ટ બેંકર ફાલ્ગુની નાયર દ્વારા કરાઈ હતી. કંપની બ્યુટી પ્રોડક્ટનું વેચાણ કરે છે. કંપની ઓનલાઈન વેચાણ તથા રિટેલ આઉટલેટના માધ્યમથી વેચાણ કરે છે. તેના રોકાણકારોમાં TPG and Fidelity જેવા મોટા રોકાણકારોનો સમાવેશ થાય છે.

નાયકાના પોર્ટફોલિયોમમાં 15 હજારથી વધારે બ્રાન્ડનો સમાવેશ છે. જેમાં Bobbi Brown,LOccitane અને Estee Lauder જેવા મોટા નામો પણ છે. દેશમાં કંપનીના 68 સ્ટોર છે. નાણાકીય વર્ષ 2022માં કંપનીની આવક 1860 કરોડ રૂપિયા હતી.