મોરબી માળીયા હાઇવે પર એક ટ્રક અને ટ્રેલર વચ્ચે અચાનક અકસ્માત સર્જાયો હતો.જેમાં ત્રણ લોકોને ઇજા પહોંચતા 108ની મદદથી સરવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની મળતી માહિતી મુજબ મોરબી માળીયા નેશનલ હાઇવે પર આવેલ સાદુળકા ગામના પાટિયા પાસે મંગળવારે બપોરના સમયે એક ટ્રક અને ટ્રેઇલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં હરિલાલભાઈ,કિશનલાલ અને લાલચંદભાઈ નામના ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી.ઘટનાની જાણ થતાં મોરબી 108ની ટીમના હનીફભાઈ દલવાણી અને ઇએમટી દીપિકા પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી હતી બાદમાં વધુ સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડયા હતા.બીજી તરફ અકસ્માત ને પગલે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો બનાવની જાણ થતાં મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ દોડી જઈ જામ ક્લિયર કરાવ્યો હતો.બનાવ અંગે પોલીસે ઈજાગ્રસ્તના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી હતી