Saturday, January 25, 2025
HomeBussinessTata Motorsની શેર માર્કેટમાં ધમાલ,શેર 20% ઉછળ્યો, રાકેશ ઝુનઝુવાલા એક ધડાકે કમાયા...

Tata Motorsની શેર માર્કેટમાં ધમાલ,શેર 20% ઉછળ્યો, રાકેશ ઝુનઝુવાલા એક ધડાકે કમાયા રૂ.300 કરોડ

Tata ગ્રૂપના શેરમાં બુધવારે એક શાનદાર તેજી જોવા મળી છે. બુધવારે થયેલા ટ્રેડિગમાં Tata Motorsના શેરમાં સીધા 20%નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. જેના કારણે Tata Motorsના શેરમાં તેજી જોવા મળી હતી. આ શેર 503 રૂ.ના પોતાની સૌથી હાઈ સપાટી સુધી પહોંચી ગયો હતો. મંગળવારે શેર 421 રૂ. પર બંધ થયો હતો. આ તેજીમાં માર્કેટના નિષ્ણાંત અને દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ છપ્પરફાડ કમાણી કરી લીધી છે.

એના પોર્ટ ફોલિયોમાં સામિલ Tata Motorsના શેરની વેલ્યુ આશરે રૂ.300 કરોડ વધી છે. જે રોકાણકારોએ આમાં રોકાણ કર્યું છે એમની તો દિવાળી શરૂ થઈ ચૂકી છે. ભારતના વોરેન બફેટ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા Tata Motorsમાં 1.1 ટાકની ભાગીદારી છે. એના પોર્ટફોલિયોમાં કંપનીના 37,750,000 શેર સામિલ છે. Tata Motorsના શેરમાં રૂ.421થી વધીને રૂ.503 સુધી પહોંચી ગયા છે. શેરમાં આશરે 20 ટકાનો સીધો અને મોટો ઉછાળો જોવા મળ્યો છે. 37,750,000 શેરના હિસાબથી રાકેશ ઝુનઝુનવાલાને સીધા રૂ.300 કરોડનો ફાયદો થયો છે. ટાટા ગ્રૂપનો આ સ્ટોક રોકાણકારો માટે ખરા અર્થમાં લોટરી સમાન પુરવાર થયો છે. Tata Motorsના શેર એક વર્ષમાં 270 ટકા વધ્યો છે. આ દરમિયાન ભાવ રૂ.134થી વધીને રૂ.500ને પાર થઈ ચૂક્યો છે. આ વર્ષે પણ શેર 168 ટકા નજીક છે એટલે મજબુત થયો છે. Tata Motorsના ઈલેક્ટ્રોનિક્સ વ્હીકલ્સના વેપારમાં TPG Rise Climate તરફથી આશરે રૂ,7500 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ ડીલ રૂ.910 કરોડ ડ઼ૉલરના વેલ્યુએશન પર છે.

બ્રોકેરજ હાઉસ એવું માને છે કે, આનાથી કંપનીના ઈ વ્હીકલ્સ પ્લાનને એક પ્રકારનો વેગ મળી રહેશે. કંપની મોટી રકમથી રોકાણ કરી આગળના સમયમાં એક મોટો ગ્રોથ મેળવી શકે છે. જેનાથી એને આર્થિક રીતે પણ મોટો ફાયદો થાય એમ છે. કંપનીએ પોતાના પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી વેપાર શરૂ કરવા પૂર્ણ સ્વામિત્વ વાળી સહાયક કંપની TML EVCOને શામિલ કરવા માટે મંજૂરી આપી દીધી છે. બ્રોકરેજ હાઉસ એવું માને છે કે, આનાથી કંપનીની બેલેન્સશીટ મજબુત થશે. માર્કેટમાં માર્કેટશેર મજુબત કરવામાં પણ કંપનીને મદદ મળી રહેશે. બ્રોકરેજ હાઉસનું એવું પણ માનવું છે કે, આવનારા દિવસોમાં કંઈક નવું લૉન્ચ થતા Tata Motorsને પણ ફાયદો થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW