સૌથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિ અંતરીક્ષની યાત્રા ઉપર જશે. જો બધુ ઠીક ઠાક રહ્યું તો દુનિયાના મોટા કુબેરોમાં સામેલ જેફ બેજોસની સ્પેસ કંપની બ્લુ ઓરિજિનના ન્યુ શેફર્ડ રોકેટ અને કેપ્સુલની બીજી ઉડાન હશે. આ ઉડાનમાં ચાર લોકો જશે. અર્થ ઓબ્ઝર્વેશન કંપની પ્લૈનેટના સહસંસ્થાપક ક્રિસ બોશુઈજેન, 90 વર્ષિય વિલિયમ શૈટનર, બ્લુ ઓરિજિનના વીપી ઓડ્રે પાવર્સ અને ફ્રાંસીસી સોફ્ટવેર કંપનીના ડેસો સિસ્ટમ્સના ઉપ પ્રમુખ ગ્લેન ડે રીસ. ન્યુ શેફર્ડ રોકેડ અને કેપ્સુલની બીજી ઉડાન વેસ્ટ ટેક્સાસના વૈન હોર્ન નજીક આવેલી બ્લુ ઓરિજિન લોચ સાઈન વન ઉપરથી થશે.

સ્થાનિક સમયાનુસાર અહીંયા લોન્ચનો સમય સવારે 9 વાગ્યો રહેશે. જ્યારે ભારતીય સમયાનુસાર આ લોન્ચનો સમય સાડા સાત વાગ્યાની આસપાસનો રહેશે. લોન્ચના 90 મીનિટ પહેલા લાઈવ ટેલિકાસ્ટ શરૂ થઈ જશે. તમે બ્લુ ઓરિજિનની વેબસાઈટ કે તેના યુટ્યુબ ચેનલ ઉપર તેને જોઈ શકો છો. જેફ બેજોસની સ્પેસ કંપની પોતાની બીજી લોચિંગ 20 જુલાઈ બાદ અત્યારની છે. એટલે કે 12 સપ્તાહ બાદ. પહેલા મિશનમાં જેફ બેજોસ, તેનો ભાઈ માર્ક બેજોસ, 82 વર્ષીય નાસાની સદસ્ય વોલી ફંડ અને 18 વર્ષિય યુવા ડચ છાત્ર ઓલિવર ડૈમેન હતા.

આ સમયે અંતરિક્ષમાં જનારા સૌથી વધુ વૃદ્ધ મહિલા વોલી ફંક બની હતી. બીજા મિશનમાં વિલિયમ શૈટનર અંતરિક્ષ યાત્રા કરનારી સૌથી વૃદ્ધ વ્યક્તિ બનશે. તેની ઉંમર 90 વર્ષની છે. 90 વર્ષીય વિલિયમ શૈટનર એક એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર, રાઈટર, રિકોર્ડિંગ આર્ટિસ્ટ, ઘોડેસવાર રહી ચુક્યાં છે.તે આ તમામ કામો છેલ્લા 60 વર્ષથી કરતા આવે છે. વર્ષ 1966માં તેણે ટેવી સીરીઝ સ્ટાર ટ્રેકમાં કેપ્ટન જેમ્સ ટી કર્કનો રોલ ભજવ્યો હતો. તે બાદ તેના ઉપર બનેલી ફિલ્મમાં પણ તેણે કેપ્ટન કર્કનો રોલ ભજવ્યો હતો. વિલિયમ હાલમાં તો હિસ્ટ્રી ચેનલ ઉપર આવનારા કાર્યક્રમ ધ અનએક્સપ્લેન્ડના હોસ્ટ અને કો-પ્રોડ્યુસર છે.